Gujarati Video : દીવથી ગાંધીનગર જતી એસટી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ

| Edited By: | Updated on: Apr 09, 2023 | 9:50 AM

ઉના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દીવ-ગાંધીનગરની વોલ્વો બસમાં વિદેશી દારૂ લઇ જવામાં આવી રહ્યો છે. આ બાતમીને આધારે  પોલીસ બસની તપાસ કરવા ડેપોમાં પહોંચી હતી.

રાજ્યમાં દારૂની હેરફેર માટે અનેક રસ્તા અપનાવવામાં આવતા હોય છે ક્યારેક ગાડીમાં તો ક્યારેક બસમાં તો પછી ક્યારેક ટ્રેનમાં દારૂની હેરફેરની ઘટનાઓ સામે આવતી હોય છે તેની વચ્ચે એસટી નિગમની વોલ્વો બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે.

ઉના પોલીસે દીવથી ગાંધીનગર જતી બસમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર-કંડક્ટરને ઝડપી લીધા  હતા.   ઉના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે- દીવ-ગાંધીનગરની વોલ્વો બસમાં વિદેશી દારૂ લઇ જવામાં આવી રહ્યો છે. આ બાતમીને આધારે  પોલીસ બસની તપાસ કરવા ડેપોમાં પહોંચી હતી.

આ પણ વાંચો:  Gujarati Video : જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS એ યુવતીઓ સહિતના 30 આરોપીને મોકલ્યા જ્યૂડિશિયલ કસ્ટડીમાં

તપાસ કરતાં બસની ઉપરના ભાગે આવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. પોલીસે ડ્રાઈવર અને કંડક્ટરને ઉના પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા સમય પહેલા પણ  બસમાંથી  ઝડપાયો હતો દારૂ

આરોપીઓ પણ પોલીસ કામગીરી પારખી ગયા હોય તેમ દારૂની  હેરાફેરી માટે નવા નુસખાઓ અપનાવી રહ્યા છે. જોકે થોડા સમય પહેલા પણ બસમાંથી દારૂી ઝડપાવાની  ઘટના સામે આવી હતી.

અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

અમદાવાદના વેજલપુરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.વેજલપુરના યશ કોમ્પલેક્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.વિદેશી દારૂ, વાહન, રોકડ સહિત 80 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ સાથે વિદેશી દારૂનું વેચાણ કરતા 3 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કુખ્યાત બુટલેગર મોહમ્મદ ઉર્ફે પલપલ શેખ ફરાર થઇ ગયો છે.