Gujarati Video : જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS એ યુવતીઓ સહિતના 30 આરોપીને મોકલ્યા જ્યૂડિશિયલ કસ્ટડીમાં
આરોપીઓએ રૂપિયા 10થી 15 લાખમાં પેપર મેળવવા સોદો કર્યો હોવાનો આરોપ છે. ગુજરાત ATSની ટીમે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરતા ઉમેદવારોના સપના પર પાણી ફેરવનારા આરોપીઓને વડોદરા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. અગાઉ ગુજરાત ATSએ 30 આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપીઓ ઉપર જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર ફોડનાર ગેંગ સાથે પેપર મેળવવા સોદો કર્યો હોવાનો આરોપ છે.
આરોપીઓએ રૂપિયા 10થી 15 લાખમાં પેપર મેળવવા સોદો કર્યો હોવાનો આરોપ છે. ગુજરાત ATSની ટીમે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.
ATSએ પ્રદીપ નાયક, ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની વડોદરામાંથી ધરપકડ કરી છે. તેમની સાથે અન્ય આરોપી કેતન બારોટ અને શેખર નામના આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે.
ગુજરાત સરકારની શાખ પર ડાઘ લગાડતા આ પેપર લીક કેસમાં પોલીસે અલગ અલગ જગ્યાએથી આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાતની ATS દ્બારા વડોદરા, ઓડિશા અને અમદાવાદના એજન્ટની ધરપકડ કરી હતી. અત્યાર સુધી આ પેપરલીક કાંડમાં કુલ 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો આ ઘટનામાં યુવતીઓ સહિત 30 પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પરીક્ષાર્થીઓએ એજન્ટો પાસેથી પેપર લીધા હતા. પરીક્ષા પહેલા જ તેમના હાથમાં પેપર આવી ગયા હતા. આ તમામ લોકોએ પેપર લીક કરનારા દલાલોને કોરા ચેક આપીને અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેંડા કર્યા હતા.
જાન્યુઆરી માસમાં આ મુદ્દે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કેસ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…