Gujarati Video : અમદાવાદમાં યુવરાજ સિંહના સમર્થનમાં NSUIના દેખાવો, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

|

Apr 22, 2023 | 4:16 PM

Ahmedabad News : ડમીકાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. યુવરાજસિંહ જાડેજાની ગઇકાલે ધરપકડ બાદ આજે તેમને DSP કચેરી લઇ જવામાં આવ્યા છે. ત્યારે અહીં SITની ટીમ દ્વારા યુવરાજસિંહની વધુ પૂછપરછ થઇ શકે છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થઇ છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વિરુદ્ધ કાર્યવાહી બાદ રાજનીતિ તેજ થઇ ગઇ છે. યુવરાજસિંહની ધરપકડ બાદથી જ કોંગ્રેસ સમર્થનમાં આવ્યું છે. આજે ગુજરાત યુનિવર્સિટી પાસે NSUIએ યુવરાજસિંહના સમર્થનમાં દેખાવો કર્યા. દેખાવો ઉગ્ર બનતા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

આ પણ વાંચો-Banaskantha: હવે લગ્ન પ્રસંગે નહીં વગાડાય DJ, બ્રહ્મ સમાજે ઘડયા નવા નિયમો

ડમીકાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. યુવરાજસિંહ જાડેજાની ગઇકાલે ધરપકડ બાદ આજે તેમને DSP કચેરી લઇ જવામાં આવ્યા છે. ત્યારે અહીં SITની ટીમ દ્વારા યુવરાજસિંહની વધુ પૂછપરછ કરાઇ શકે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યુવરાજસિંહની પૂછપરછની શક્યતા છે.

યુવરાજસિંહ જાડેજાની ગઈકાલે નીલબાગ પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાને એસઆઇટીની ટીમ દ્વારા ફરિવાર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. હવે યુવરાજસિંહનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ તેમને પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં લઇ જવાય તેવી શકયતાઓ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video