Gujarati Video : વડોદરામાં પ્રેમનો કરૂણ અંજામ, બે પ્રેમીઓએ ભેગા મળી પ્રેમિકાની હત્યા કરી

Gujarati Video : વડોદરામાં પ્રેમનો કરૂણ અંજામ, બે પ્રેમીઓએ ભેગા મળી પ્રેમિકાની હત્યા કરી

yunus.gazi
| Edited By: | Updated on: Feb 22, 2023 | 9:53 PM

વડોદરામાં પદમલા બ્રિજ નીચેથી મળેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. આ બે પ્રેમીઓએ ભેગા મળીને પ્રેમિકાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાની વાત કરીએ તો મૃતક મહિલા બંને પ્રેમીઓ સાથે પ્રેમ સંબંધમાં હતી.મૃતક મહિલા અજય યાદવ નામના શખ્સ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી.આ દરમિયાન આરોપી અજય યાદવના લગ્ન નક્કી થતા તેને ઉત્તરપ્રદેશ જવાનું થયું હતુ

વડોદરામાં પદમલા બ્રિજ નીચેથી મળેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. આ બે પ્રેમીઓએ ભેગા મળીને પ્રેમિકાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાની વાત કરીએ તો મૃતક મહિલા બંને પ્રેમીઓ સાથે પ્રેમ સંબંધમાં હતી.મૃતક મહિલા અજય યાદવ નામના શખ્સ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી.આ દરમિયાન આરોપી અજય યાદવના લગ્ન નક્કી થતા તેને ઉત્તરપ્રદેશ જવાનું થયું હતુ.આ દરમિયાન મૃતક મહિલા આરોપી અજય યાદવના મિત્ર ઉદયના પણ સંપર્કમાં આવી હતી અને તેની સાથે પણ મહિલાને પ્રેમસંબંધ બંધાયો હતો.

ઉદયરાજ નામના શખ્સે મહિલાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી

આરોપી અજય યાદવના લગ્નમાં મૃતક મહિલા બાધારૂપ બનતી હતી તથા તેનો મિત્ર ઉદય પણ પહેલેથી જ પરિણીત હોવાથી તે પણ મૃતક મહિલા સાથેના સંબંધથી પરેશાન હતો. આખરે સમગ્ર મામલે બંને મિત્રોએ એકઠા થઇ હત્યાનું કાવતરૂ ઘડ્યું હતુ.આરોપી અજય યાદવ પ્લાન મુજબ મૃતક મહિલાને પદમલા બ્રિજ નીચે લઈને પહોંચ્યો હતો તથા ત્યાં પહેલાથી હાજર ઉદયરાજ નામના શખ્સે મહિલાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

હાલ તો આ કેસમાં છાણી પોલીસ બંને પ્રેમીની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી વડોદરા લઇ આવી છે…પ્રાથમિક તપાસમાં આરોપી અજય યાદવના 9 માર્ચે લગ્ન થવાના હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે.

આ પણ વાંચો : Ahmedabad : હાટકેશ્વર ઓવર બ્રિજનું બેસણું યોજી પ્રજાનો વિરોધ, મંજૂરી વિના બેસણું યોજનાર લોકો સામે પોલીસની કાર્યવાહી, જુઓ Video

Published on: Feb 22, 2023 05:47 PM
g clip-path="url(#clip0_868_265)">