દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ચુંર, ચપ્પર, ગોલણ શેરડી, દુધિયા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો: Gujarati Video: Ambajiમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ Video
ચુંર ગામે ભારે પવન ફૂંકાતા લગ્ન મંડપ પણ ઉડ્યા છે. મુખ્ય માર્ગો અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જિલ્લામાં સતત માવઠાના સંકટથી ખેડૂતો મૂંઝવણમાં છે અને ઉનાળુ પાકને નુકસાનની પણ ભીતિ સેવાઇ રહી છે.
દ્વારકાના ખંભાળિયા શહેરના માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને ખંભાળિયાના સોનીબજાર, મોચી શાળ, લુહાર શાળ, ગુજરાત મીલ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા. તો સામોર, ભાડથર, ખોખરી, હંજરાપર સહિતના ગામોમાં વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત રહેશે. હજી પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ યથાવત રહેશે. રાજ્યમાં માવઠાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…