Gujarati Video: Ambajiમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના પાલનપુર અને દાંતામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો વડગામ, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 6:16 PM

બનાસકાંઠાના અંબાજીમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા બજારોમાં નદીઓ વહેવા લાગી હતી. બજારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ધોધમાર વરસાદથી ખેડૂતોના ઉનાળાના પાકને વ્યાપક નુકસાન થયું હતું. બનાસકાંઠાના અમીરગઢના આવલ ગામમાં લગ્ન પ્રસંગના ભોજન સમારંભ સમયે વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના પાલનપુર અને દાંતામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો વડગામ, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચો:  Vadodara : ડભોઈમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

આ તરફ આગાહી વચ્ચે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધાનેરાના વાછોલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા લોકો પરેશાન થયા હતા. કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકને નુકસાનની ભારે આશંકા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">