Gujarati Video : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની કિશાન બાયોકોલ કંપનીમાં લાગી ભીષણ આગ, 6 ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે

Gujarati Video : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની કિશાન બાયોકોલ કંપનીમાં લાગી ભીષણ આગ, 6 ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:13 AM

કલ્યાણપુરમાં આવેલી કિશાન બાયોકોલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીમાં રહેલા મગફળીનો ભુકો સાથે અન્ય માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગ્યાની જાણ થતા તાત્કાલીક સ્થાનિકો ઘટના સ્થળે આવી પોંહચ્યા હતા.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કલ્યાણપુરમાં આવેલી કિશાન બાયોકોલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીમાં રહેલા મગફળીનો ભુકો સાથે અન્ય માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગ્યાની જાણ થતા તાત્કાલીક સ્થાનિકો ઘટના સ્થળે આવી પોંહચ્યા હતા. અને આગને કાબૂમાં લેવાનો પ્રાયસ કર્યા હતો. છતા આગ પર કાબૂ ન આવતા ખંભાળિયા, દ્વારકા અને 3 ખાનગી કંપનીઓ ફાયરની પણ મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો : દેવભૂમિદ્વારકાના કુરંગા ગામે આવેલી RSPL ઘડી કંપની સામે ખેડૂતોમાં ઉકળતો ચરૂ, તંત્રની ઢીલ સામે નારાજગી

આગ પર કાબૂ મેળવવા માટે ફાયરની 6 ગાડીઓ કામે લાગી હતી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

ઉમરગામના માંડાની એક કંપનીમાં લાગી આગ

આ અગાઉ વલસાડ ના ઉમરગામના માંડાની એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્લાસ્ટિક ઝોન નજીક આવેલી પેકેજીંગ કરતી સિશિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી હતી.સ્થાનિકોને જાણ થતા તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયરની 8 ટીમ ઘટના સ્થળે આવી પોંહચી હતી. જેમાં ઉમરગામ, વાપી, સરીગામ દમણ અને સેલવાસના ફાયર બ્રિગેડની ટીમોનો બોલાવામાં આવી હતી. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

g clip-path="url(#clip0_868_265)">