Gujarati video: 7 વર્ષની બાળકીને અડપલાં કરનારા નરાધમ આધેડને સ્થાનિકોએ મેથીપાક ચખાડીને પોલીસ હવાલે કર્યો

Gujarati video: 7 વર્ષની બાળકીને અડપલાં કરનારા નરાધમ આધેડને સ્થાનિકોએ મેથીપાક ચખાડીને પોલીસ હવાલે કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 1:39 PM

સ્થાનિકોએ આધેડને  જોઈ જતાં તેઓએ બાળકીને આધેડનું ચુંગાલમાંથી છોડાવી હતી અને  આધેડને બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ અઠવા પોલીસને તેનો કબજો સોંપ્યો હતો. પોલીસે આધેડ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

ક્રાઈમ કેપિટલ બની ચૂકેલા સુરતમાં વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. એક 55 વર્ષના આધેડે 7 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવી છે.. રૂદરપુરા વિસ્તારમાં આરોપી દુષ્કર્મના ઈરાદે બાળકીને ખંડેર મકાનમાં લઈ ગયો હતો . સ્થાનિકોએ આધેડને  જોઈ જતાં તેઓએ બાળકીને આધેડનું ચુંગાલમાંથી છોડાવી હતી અને  આધેડને બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ અઠવા પોલીસને તેનો કબજો સોંપ્યો હતો. પોલીસે આધેડ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

7 વર્ષની બાળકીને લઈને જતો નરાધમ CCTVમાં કેદ

પ્રાથમિક માહિતી પ્રમાણે સુરતમાં રૂદરપુરા ખાડી નજીક આવેલા એક ખંડેર જેવા મકાનમાંથી નાની બાળકીના રડવાનો અવાજ સંભળાતો હતો. આથી સ્થાનિક રહેવાસીઓએ તે અંગે તપાસ કરી હતી. અને ત્યારબાદ કોઈ શંકાને પગલે સ્થાનિકો તે મકાનમાં ગયા હતા અને રડી રહેલી બાળકીને સાંત્વના આપીને તેની પૂઠપરછ કરતા સમગ્ર બાબતો સામે આવી હતી.

બાળકીને અશ્લીલ વીડિયો બતાવ્યો હોવાનું સામે આવ્યું

આ ઘટનાને પગલે સ્થાનિકોએ આધેડને ઝડપી પાડ્યો હતો અને તેના પરિવારજનોને પણ જાણ કરી હોવાની ઘટના સામે આવી હતી. સ્થાનિકોએ બાળકીને તેના પરિવારને સુરક્ષિત પરત કરીને આધેડને અઠવા પોલીસને સોંપ્યો હતો. આ ઘટનામાં આધેડ વ્યક્તિએ બાળકીને અશ્લલી વીડિયો બતાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">