Video: બનાસકાંઠાના નારીસંરક્ષણ કેન્દ્રમાંથી ત્રણ વર્ષની બાળકી સાથે મહિલા થઈ ગુમ, પરિવારજનોએ સંચાલકો સામે ઉઠાવ્યા સવાલ

Banaskantha: પાલનપુરમાં આવેલા નારી સંરક્ષણ કેન્દ્રમાંથી 3 વર્ષની બાળકી સાથે મહિલા ગુમ થવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મહિલાના પરિવારજનોએ નારી સંરક્ષણ કેન્દ્રની સુરક્ષા સામે સવાલ ઉઠાવી યોગ્ય તપાસની માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 11:59 PM

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા નારી સંરક્ષણ કેન્દ્રમાંથી 3 વર્ષની બાળકી સાથે મહિલા ગુમ થઇ છે. આ ઘટનાની જાણ થતાં જ ગુમ મહિલાના પરિવારજનોએ પાલનપુર પહોંચી મહિલાની તપાસ હાથ ધરી હતી. પરંતુ નારી સંરક્ષણ કેન્દ્રએ મહિલા ગુમ થવા મામલે હાથ અદ્ધર કરી દીધા. મહિલા બાળકી સાથે ક્યાં અને કેવી રીતે ગુમ થઇ તે અંગે સંચાલકો અજાણ છે. મહિલાના પરિવારજનોએ નારી સંરક્ષણ કેન્દ્રમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવી યોગ્ય તપાસની માગ કરી છે.

મહિલાના પરિવારજનો નારી સંરક્ષણ કેન્દ્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારજનનો આક્ષેપ છે કે આ નારી સંરક્ષણ કેન્દ્ર પૈસી લઈને યુવતીઓની કાળાબજારી કરે છે. રાત્રે 11 વાગ્યે આ કેન્દ્રમાં મહિલાને મુકવામાં આવી હતી અને સવાર થતા મહિલા ગુમ થઈ ગઈ ત્યાં સુધી કેન્દ્રના સંચાલકોને કોઈ જાણ કેમ ન થઈ. તેને લઈને પણ પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતી વીડિયો : બનાસકાંઠામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન, યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળ્યો

આ તરફ કમોસમી વરસાદને કારણે બનાસકાંઠાના ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો. એક તરફ માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે. તો બીજી તરફ વીજળી પડતા પશુઓના મોતથી પશુપાલકોની ચિંતા વધી છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદ સાથે વીજળી પડતા 21 પશુઓના મોત નિપજ્યા છે. જેમાં પાલનપુરમાં 11 પશુ, ડીસા, દીયોદર, વાવમાં બે-બે પશુના મોત થયા તો કાંકરેજ અને લાખણીમાં પણ એક-એક પશુનું મોત નિપજ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">