Gujarati Video : વલસાડની ખડકી ગામમા ઝડપાઈ દારુની મહેફિલ, પોલીસે માજી સરપંચ સહિત 9 લોકોની કરી ધરપકડ

| Edited By: | Updated on: Mar 15, 2023 | 1:45 PM

વલસાડના પારડીના ખડકી ગામની વાડીમાં ચાલતી દારુ મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં તાડી અને દારુની દારૂની પાર્ટી માણતા માજી સરપંચ સહિત નવ લોકોને પોલીસે ઝડપ્યા હતાં.

ગુજરાતમાં દારુની મહેફિલ ઝડપાઈ છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતા સતત દારુની મહેફિલ અને દારુનો જથ્થો ઝડપાય છે. વલસાડના પારડીના ખડકી ગામની વાડીમાં ચાલતી દારુ મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં તાડી અને દારુની દારૂની પાર્ટી માણતા માજી સરપંચ સહિત નવ લોકોને પોલીસે ઝડપ્યા હતાં.

આ પણ વાંચો : Breaking News: વલસાડના વાપીમાં આગની મોટી 2 ઘટના, વાપી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં તેમજ વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ

ખડકી ગામના વાડી વિસ્તારમાં દારુ પાર્ટી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દારૂની મહેફિલમાં ભંગ પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલ, મોબાઈલ, વાહન મળી કુલ રૂ.7.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ દારુની મહેફિલની મજા માણતા માજી સરપંચ સહિત 9 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદમાં ઝડપાયો દારુ

તો બીજી તરફ આજે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પાડ્યો હતા. જ્યાં ન્યૂ રાણીપ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર પોલીસની ટીમે દરોડા પાડ્યાં હતાં. અને દેશી દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પોલીસે મહિલા આરોપીને નોટિસ આપી 3 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.