Gujarati Video: રાજ્યમાં વનવિભાગ દ્વારા દીપડાની ગણતરી શરૂ, GPS લેઝર સહિતની આધુનિક ટેકનોલોજીની લેવાઈ મદદ

|

May 06, 2023 | 5:09 PM

Junagadh: રાજ્યમાં 5 મેથી વનવિભાગ દ્વારા દીપડાની ગણતરી શરૂ કરી છે. ગીર અને ગીરનારના જંગલો સહિત રાજ્યમાં જ્યાં જ્યાં પણ દીપડાનો વસવાટ છે ત્યા આ ગણતરી હાથ ધરવામાં આવી હતી. GPS લેઝર સહિતની આધુનિક ટેકનોલોજીની મદદ લેવાઈ હતી.

રાજ્યમાં વનવિભાગ દ્વારા દીપડાની ગણતરી શરૂ કરવામાં આવી છે. ગીર અને ગીરનારના જંગલો સહિત જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં આ ગણતરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢમાં વનવિભાગ દ્વારા દીપડાની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ સહિત સંસ્થાના 1 હજાર લોકો ગણતરીમાં જોડાયા છે.

દીપડાની ગણતરી સવારે અને સાંજે કરવામાં આવે છે. વનવિભાગના અલગ અલગ ઝોનમાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર, અને ગીર સોમનાથ એમ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે. દીપડાની ગણતરી 7મે સુધી ચાલશે.

8 મેથી તૃણાહારી પ્રાણીઓની ગણતરી શરૂ થશે. જેમાં ચીતલ, હરણ, કાળિયાર, સાંભર સહિતના પ્રાણીની ગણતરી થશે. કેમેરા ટ્રેપ જીપીએસ લગાવવામાં આવશે અને રેવન્યુ વિસ્તારમાં લોકોની પૂછપરછ કરીને ગણતરી કરવામાં આવશે. 5 મેથી 8 મે દરમિયાન જિલ્લાના જંગલમાં દીપડાની ગણતરી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: દીપડા અને બચ્ચા વચ્ચેના નિર્દોષ પ્રેમે લોકોના દીલ જીત્યા, લોકોએ કહ્યું – પ્રકૃતિ અદ્ભુત છે, જુઓ Viral Video

છેલ્લા 3 વર્ષમાં દીપડાના રેસ્ક્યુ થયા હોય તેમજ જે જગ્યાએ દિપડાએ મારણ કર્યું હોય તેવા વિસ્તારોમાંથી 4 તાલુકામાં કુલ 70 પોઈન્ટ બનાવાયા છે. જેમાં મહુવામાં 6, ઉમરપાડામાં 21, માંડવીમાં 32 અને માંગરોલમાં 11 પોઇન્ટ બનાવી માચડા બનાવાયા છે. 3 દિવસ સુધી સાંજે 5થી બીજા દિવસે સવારે 9 સુધી કર્મચારીઓ વોચ રાખશે. આ માટે 20 કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video