Gujarati Video: પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં કિરીટ પટેલની PAAS નેતાને ટકોર, પાટીદાર યુવાનો સમાજને ન ભૂલે

|

Sep 10, 2023 | 10:23 PM

Mehsana: પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેમા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે PAAS નેતાઓને ટકોર કરી, બેઠકમાં ગેરહાજર રહેલા નેતાઓને કિરીટ પટેલે ટકોર કરી કે આંદોલનથી જાણીતા બનેલા નેતા સમાજને ન ભૂલે. સમાજને જરૂર પડે ત્યારે એક મંચર પર હાજર રહે.

Mehsana: મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેમા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય કિરીટે બેઠકમાં ગેરહાજર રહેલા પાટીદાર સમાજના યુવાનો અને નેતાઓને ટકોર કરી હતી. કિરીટ પટેલે જણાવ્યુ કે પાટીદાર આંદોલનથી જાણીતા બનેલા પાટીદાર યુવાનો સમાજને ન ભૂલે. સમાજને જરૂર પડે ત્યારે એક મંચ પર હાજર રહે. કિરીટ પટેલે કહ્યું કે આંદોલનથી જાણીતા બનેલા પાટીદાર નેતા ભલે ભાજપ, કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાયા હોય, પરંતુ જ્યારે સમાજને જરૂર પડે ત્યારે એક મંચ પર હાજર રહેવું જોઈએ.

કિરીટ પટેલે હાર્દિક પટેલ તરફ કર્યો ઈશારો

કિરીટ પટેલે જણાવ્યુ કે પાટીદાર અનામત આંદોલનને લીધે જે જાણીતા બન્યા, એ ભાજપ કે કોંગ્રેસ કોઈપણ પાર્ટીમાં જોડાયા હોય તેમણે સમાજને ન ભૂલવો જોઈએ. તમે આજે જે સ્ટેજ પર પહોંચ્યા છો તો પાસને કારણે જ પહોંચ્યા છો. ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલનો ઈશારો ખાસ તો હાર્દિક પટેલ, વરૂણ પટેલ, દિનેશ બાંભણિયા તરફ હતો.

આ પણ વાંચો: Banaskantha : ભાભરના ખારા ગામમાં કેનાલમાં પડ્યું ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા એરંડાના પાકને નુકશાન, જુઓ Video

 મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video