Banaskantha: વાવના માડકા નજીકની કેનાલમાં ગાબડું પડતા એરંડા જીરું સહિતના પાકમાં ફરી વળ્યું પાણી

Banaskantha: વાવના માડકા નજીકની કેનાલમાં ગાબડું પડતા એરંડા જીરું સહિતના પાકમાં ફરી વળ્યું પાણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 2:43 PM

નાસકાંઠા જિલ્લામાં મોટા પાયે જીરું, રાયડો અને એરંડાના પાકનું મોટા પાયે વાવેતર થયેલું હોવાથી પાણી ધસી જતા  નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો આ અંગે જણાવે છે કે તંત્રના વાંકે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના વાવના માડકા નજીકની કેનાલમાં ગાબડું પડ્યું છે આ ગાબડું સવપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પડ્યું છે તેના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો. એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું. કેનાલમાં ગાબડું પડવાથી વિવિધ પાકમાં પાણી ફરી વળ્યું છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો કે આ રીતે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોએ અથાગ મહેનત કરીને પકવેલા મહામૂલા પાકને નુકસાન પહોંચે છે.

થોડા દિવસ અગાઉ જ થરાદના પીરગઢ ગામ નજીક પણ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી હતી. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે જીરું, રાયડો અને એરંડાના પાકનું મોટા પાયે વાવેતર થયેલું હોવાથી પાણી ધસી જતા  નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો આ અંગે જણાવે છે કે તંત્રના વાંકે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

જાન્યુારી મહિનામાં જ ભરૂચ જિલ્લાના જંબુસરમાં પણ પિયતની મુખ્ય કેનાલાં ગાબડું પડ્યું હતું. જેના કારણે 1 એકર જમીનમાં ઘઉં તથા મગના પાકને નુકસાન થયું છે.

વારંવાર પડતાં ગાબડાંથી સર્જાય છે પ્રશ્નો

વારંવાર કેનાલમાં પડતા ગાબડાં એ ખેડૂતો માટે મોટી મુશ્કેલીનું કારણ  બને છે  ત્યારે જ્યાંથી કેનાલ પસાર થતી હોય અને આસપાસ ખેતર હોય તેવી જગ્યાએ કેનાલનું બાંધકામ કાચું હોવાનો પ્રશ્ન ઉભો થાય છે. આવી જગ્યાઓએ માટી અને સિમેન્ટની કોથળીઓ મૂકીને પુરાણ કરવામાં આવતું હોય છે અને પાણીનો  પ્રવાહ આવતા માટી  ધસી પડતી હોય છે  તેના કારણે ગાબડાં પડવાની સમસ્યા સર્જડાતી હોય છે અને મહામહેનતે  પકવેલા પાકનો સોંથ વળી જતો હોય છે.

 

g clip-path="url(#clip0_868_265)">