Gujarati Video : રાજકોટ સેન્ટ્રલ જેલમાં પણ ગૃહ વિભાગના દરોડા, સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જુઓ Video

|

Mar 24, 2023 | 10:29 PM

ગુજરાતની તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે . જેમાં જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.ગૃહ રાજ્ય પ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્રિનેત્રના માધ્યમથી દરોડાની કાર્યવાહી નિહાળી હતી. જેમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

ગુજરાતની તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે . જેમાં જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.ગૃહ રાજ્ય પ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્રિનેત્રના માધ્યમથી દરોડાની કાર્યવાહી નિહાળી હતી. જેમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ જેલમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જૂનાગઢમાં  જિલ્લા જેલમાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો પહોંચ્યો

જૂનાગઢમાં એસપી સહિતનો પોલીસ કાફલો જેલમાં તૈનાત છે અને  એસપી, ડીવાયએસપી, પી.આઈ સહિતના અધિકારીઓ હાજર છે.

ભાવનગર  જેલમાં પોલીસના દરોડા

ભાવનગર જેલમાં પણ મોટા પોલીસ કાફલા સાથે જિલ્લા જેલમાં દરોડા પડ્યા છે

હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા લીધી હતી સાબરમતી જેલની મુલાકાત

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક સાબરમતી જેલની મુલાકાતે પહોંચ્યા  હતા.  જેને લઇને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા  હતા.  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ ખાતેનો કાર્યક્રમ પડતો મૂકીને સાબરમતી જેલ પહોંચ્યા હતા.  જેમાં તે જેલમાં કયા મુદ્દે મુલાકાત માટે ગયા હતા  તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમની સાથે રાજય જેલ વડા પણ હાજર રહ્યા હતા.

આ પણ  વાંચોSurat: અસામાજિક તત્વોએ નજીવી બાબતે બે લોકોને જાહેરમાં છરીના ધા ઝીંકી દીધા, જુઓ Video

Next Video