Gujarati Video: વડોદરાના ડેસરમાં વીજળીના કડાક ભડાકા સાથે વરસાદ, ભારે પવનથી વૃક્ષો અને વીજપોલ ધરાશાયી
વડોદરાના ડેસરમાં વાતાવરણમાં પલટો આવતા વાંટા, ડેસર, ડુંગરીપુરા, ઇટવાડમાં વૃક્ષો ધરાશાયી થયા છે. તેમજ ડુંગરીપુરા માર્ગ પર 3 વીજપોલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
વડોદરાના ડેસર તાલુકામાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વડોદરાના ડેસરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા ભારે નુકસાન થયું છે. વરસાદની સાથે સાથે વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
ત્રણ વીજપોલ તૂટ્યા
વડોદરાના ડેસરમાં વાતાવરણમાં પલટો આવતા વાંટા, ડેસર, ડુંગરીપુરા, ઇટવાડમાં વૃક્ષો ધરાશાયી થયા છે. તેમજ ડુંગરીપુરા માર્ગ પર 3 વીજપોલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
વાવાઝોડાને કારણે બાજરીનો ઉભા પાકનો સોંથ વળી ગયો હતો. તેમજ વાંટા ગામે ગોડાઉનના પતરા ઉડતા તમાકુની 200 ગુણો પલળી ગઈ હતી. બીજી તરફ રાજકોટના ધોરાજીના ખેડૂતોએ ઉનાળુ પાકમાં મગફળી, સોયાબીન, એરંડા, તલ અને મગ જેવા પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ તેના પર કમોસમી વરસાદને કારણે પાણી ફરી વળ્યું છે. સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને પડતા પર પાટુ પડ્યુ છે.
ધોરાજી પંથકમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ એક વીઘા દીઠ 5000થી 6000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ માવઠાને કારણે ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…