Gujarati Video: બનાસકાંઠામાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા

|

Apr 07, 2023 | 10:14 PM

Banaskantha: બનાસકાંઠામાં માવઠાને કારણે કેરીના પાકને પારવાર નુકસાન પહોંચ્યુ છે. કરા સાથે થયેલા વરસાદે કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે.

જેમ જુનાગઢ અને ગીરના તાલાલાની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. તેમ બનાસકાંઠાના દાંતા તાલુકાની દેશી કેરીનું નામ પણ ઘણું ઉંચુ છે. પરંતુ આ વખતે આ દેશી કેરીના ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. આ વર્ષે કરા સાથે થયેલા કમોસમી વરસાદે કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યુ છે.

દાંતા તાલુકાના તળેટી વિસ્તારના ગામોમાં રહેતા આદિવાસી ખેડૂતોએ કેરીના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ માવઠાએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. જે કેરીનો પાક આદિવાસી ખેડૂતો માટે ગુજરાન ચલાવવાનું મુખ્ય સાધન હતું, તેના પર માવઠાનું પાણી ફરી વળતા મોટું આર્થિક નુકસાન થયું છે. આ સ્થિતિમાં ખેડૂતો સરકાર તરફ સહાયની મીટ માંડીને બેઠા છે.

આ પણ વાંચો : Gujarati Video: બનાસકાંઠામાં લાખણી-થરાદ પંથકને જોડતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં રોષ

માવઠાને કારણે ઘઉંના પાકને પણ ભારે નુકસાન થયુ છે. ત્યારે માવઠાએ ઘઉંને નુકસાન પહોંચાડતા ચાલુ વર્ષ ઘઉંના ભાવ ઘણા ઉંચા ગયા છે. માર્કેટયાર્ડમાં ખાવાલાયક સારી ગુણવત્તાવાળા ઘઉંનો ભાવ 800 રૂપિયાને વટાવી ગયો છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં ગત વર્ષે જે ઘઉંની બોરી 2500થી 3,000 આસપાસ હતી તે ચાલુ વર્ષે 4,000થી 4400 સુધી પહોંચી છે. કમોસમી વરસાદને કારણે સારા ઘઉંની આવક નહિવત છે. માવઠાએ પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે સારા ઘઉંની આવક ખુબ ઘટી ગઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video