આગામી 7 મેએ યોજાનારી તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી આપી છે કે તલાટીની પરીક્ષા આપવા ઉમેદાવારોએ પરીક્ષા કેન્દ્ર પર સંમતિપત્ર સાથે લાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સંમતિપત્ર પરીક્ષા કેન્દ્ર પર લાવવાની કોઈ જરૂર નથી. કોલલેટર 7થી 8 દિવસ પહેલા ડાઉનલોડ થઇ શકે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ.
આ પણ વાંચો-અમદાવાદનું વિન્ટેજ કાર ઓટો વર્લ્ડ એક્ઝિબિશન લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ Video
સાથે જ હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરતા કહ્યું કે કન્ફર્મેશન આપવાનો છેલ્લો દિવસ 20 એપ્રિલ છે. માટે પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો સંમતિપત્ર ઝડપથી ભરી દે. સંમતિપત્ર ભરાયા બાદ ઉમેદવારો કેટલા થાય છે તેના આધારે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જે લોકો સંમતિપત્ર ભરશે તેવા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જે ઉમદવાર સંમતિપત્ર નહીં ભરે તેઓ આપોઆપ ગેરલાયક ઠરશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…