Gujarati Video : ગુજરાત પોલીસે લોકોને વ્યાજખોરોના ત્રાસથી મુકિત અપાવવા 3500 લોક દરબાર યોજ્યા : હર્ષ સંઘવી
ગુજરાત સરકારની વ્યાજખોરો સામેની ઝુંબેશે અનેક પરિવારોને રાહત આપી છે.. વ્યાજખોરોની ગુજરાતમાં એવી સ્થિતિ થઈ છે કે, હવે રાજ્ય છોડવાનો વારો આવ્યો છે. વ્યાજખોરીની ધંધા કરનારાઓના હાલ ગુજરાત પોલીસે બેહાલ કરી દીધા છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર બનતા જ સૌથી પહેલા વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવાઈ. પોલીસે કરેલી કાર્યવાહી બાદ હવે વ્યાજખોરો સામે અંકુશ આવ્યો છે.
ગુજરાત સરકારની વ્યાજખોરો સામેની ઝુંબેશે અનેક પરિવારોને રાહત આપી છે.. વ્યાજખોરોની ગુજરાતમાં એવી સ્થિતિ થઈ છે કે, હવે રાજ્ય છોડવાનો વારો આવ્યો છે. વ્યાજખોરીની ધંધા કરનારાઓના હાલ ગુજરાત પોલીસે બેહાલ કરી દીધા છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર બનતા જ સૌથી પહેલા વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવાઈ. પોલીસે કરેલી કાર્યવાહી બાદ હવે વ્યાજખોરો સામે અંકુશ આવ્યો છે.
રાજ્ય વ્યાપી ડ્રાઈવ દરમિયાન 847 FIR દાખલ કરાઈ
ગુજરાત પોલીસે વ્યાજના વિષચક્રને તોડવા ખાસ અભિયાન ચલાવ્યું હતું. રાજ્યભરમાં પોલીસે 3500 જેટલા લોકદરબાર યોજ્યા.. આ લોકદરબારમાં 1.29 લાખથી વધુ વ્યક્તિઓ સહભાગી થયા, અને પોતાની વેદના રજૂ કરી પોલીસે કરેલી કાર્યવાહીથી હજારો લોકોને વ્યાજના દૂષણમાંથી બચાવાયા પોલીસની રાજ્ય વ્યાપી ડ્રાઈવ દરમિયાન 847 FIR દાખલ કરાઈ. 1481 આરોપીઓ સામે ગુના દાખલ કરાયા.1039 આરોપીઓની ધરપકડ કરાઈ.. તો માથાભારે 27 ગુનેગારો પર પાસા હેઠળ કાર્યવાહી થઈ. વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્તિ પછી સરકારે વધુ એક રાહત આપી છે.. અમદાવાદમાં 4 હજાર ફેરિયાઓને ધિરાણપત્ર આપી, તેમને વ્યાજખોરો પાસે ન જવું પડે તેવી મદદ કરી છે.
ફેરિયાઓને સરકારી યોજના હેઠળ રૂ.10, 20 તથા 50 હજાર સુધીની લોન અપાવવાનું શરૂ
પોલીસે ફેરિયાઓને સરકારી યોજના હેઠળ રૂ.10, 20 તથા 50 હજાર સુધીની લોન અપાવવાનું શરૂ કર્યું. ફેરિયાઓ સુધી પહોંચવા માટે પોલીસે દરેક વિસ્તારમાં લોન મેળા યોજ્યા.12 હજાર કરતાં વધુ ફેરિયાએ લોન માટે ફોર્મ ભર્યા હતા, જે બાદ 4200થી વધારે ફેરિયાની લોન મંજૂર થઈ હતી.આ તમામને 10, 20 અને 50 હજાર સુધીની લોનના ધિરાણપત્રો આપવાનો કાર્યક્રમ યોજાયો. એક તરફ વ્યાજખોરો સામે ગાળિયો સરકાર કસી રહી છે, બીજી તરફ જરૂરિયાતમંદોને લોન આપીને તેમની લાચારી દૂર કરી રહી છે. ત્યારે આ પ્રયાસ ચોક્કસથી રાજ્યમાં સ્વસ્થ્ય વાતાવરણ ઉભું કરનારો સાબિત થશે.
આ પણ વાંચો : Gujarati Video : રાજકોટમાં અઢી વર્ષના બાળકને ત્રણથી ચાર શ્વાને ભર્યા બચકા, લોહીલુહાણ હાલતમાં લઇ જવાયો હોસ્પિટલ
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
