Gujarati Video : સુરતમાં GST વિભાગ અને ATSએ બોગસ બીલિંગ કર્યો કૌભાંડનો પર્દાફાશ, 75 કંપનીઓના 112 સ્થળે દરોડાથી ફફડાટ
આ બોગસ બિલિંગ કૌભાડના ખેલમાં સામાન્ય લોકોનો નજીવા રૂપિયા આપીને ઉપયોગ કરાતો હતો. કેટલાક શાતિર શખ્સો શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળાના આધારકાર્ડ અને પાનકાર્ડ થોડા રૂપિયાની લાલચ આપીને લઈ લેતા હતા.
સુરતમાં GST વિભાગ અને ATSએ બોગસ બીલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બંને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 75 કંપનીઓના 112 સ્થળે દરોડા પાડ્યા છે. જેમાં 2768 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાના બોગસ બિલ બનાવીને રૂપિયા 83 કરોડથી વધારેની ITC પાસ ઓન કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કંપનીઓના GSTમાં નોંધાયેલા 48 બોગસ બેંક ખાતા મળી આવ્યા છે. તો તંત્રએ બોગસ કંપનીઓના 10 બેંક એકાઉન્ટ પણ ટાંચમાં લીધા છે.
આ પણ વાંચો : Gujarati Video: સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘર અને ઓફિસો પર સતત ચોથા દિવસે ITના દરોડા યથાવત
આ બોગસ બિલિંગ કૌભાડના ખેલમાં સામાન્ય લોકોનો નજીવા રૂપિયા આપીને ઉપયોગ કરાતો હતો. કેટલાક શાતિર શખ્સો શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળાના આધારકાર્ડ અને પાનકાર્ડ થોડા રૂપિયાની લાલચ આપીને લઈ લેતા હતા. આ દસ્તાવેજના આધારે બોગસ કંપનીઓ થકી બિલ બનાવીને કરોડોની કરચોરી કરવામાં આવતી હતી. અત્યાર સુધીમાં GST વિભાગની કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર ક્યારેય પકડાતા ન હતા. જો કે નવા દરોડા દરમિયાન ATSને પડદા પાછળ ખેલ કરનારા કેટલાક મુખ્ય સૂત્રધારના નામ પણ મળી આવ્યા છે. જેમની ઉપર પર આગામી સમયમાં એજન્સીઓ કાયદાનો ગાળિયો કસે તેવી શક્યતા છે.
