Gujarati Video: સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘર અને ઓફિસો પર સતત ચોથા દિવસે ITના દરોડા યથાવત
Surat: સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘર અને ઠેકાણાઓ પર IT વિભાગના દરોડા યથાવત છે.તેમની ઓફિસ, રહેણાંક અને સંબંધિત લોકોને IT વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. ઉમર જનરલના 14 સ્થળો પર IT વિભાગ સર્ચ અભિયાન ચલાવી રહ્યુ છે.
સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘર અને ઠેકાણાઓ પર IT વિભાગની તપાસ યથાવત છે. સતત ત્રીજા દિવસે પણ ઉદ્યોપતિના ઠેકાણાઓ પર દરોડા યથાવત રહ્યા હતા. ત્રીજા દિવસે પણ ITને મોટા પ્રમાણમાં રોકડના વહેવારો મળી આવ્યા છે. ઉમર જનરલની ઓફિસ, રહેણાંક અને સબંધિત લોકોને ત્યાં IT વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે. ઉમર જનરલના 14 સ્થળો પર IT વિભાગ સર્ચ અભિયાન ચલાવી રહ્યું છે તેમાંથી 10 સ્થળો પર IT વિભાગની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. આ સાથે માંડવી ખાતેની ફેક્ટરી અને ઉમરના બંગલામાં 35 રૂમોમાં પણ તપાસ કરાઇ છે. 100થી વધુ DI વિભાગના અધિકારીઓ તપાસમાં જોડાયા છે. મહત્વપૂર્ણ છે કે IT વિભાગની તપાસમાં અત્યાર સુધી કરોડોના દસ્તાવેજો જપ્ત કરાયા છે.
માર્ચ એન્ડિંગ નજીક આવતા ફરી આવકવેરા વિભાગની ટીમો સક્રિય થઇ છે. જેને લઇને ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘરે આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. ઉદ્યોપતિના ઠેકાણાઓ પર આજે ત્રીજા દિવસે પણ દરોડા યથાવત્ છે. તપાસમાં અત્યાર સુધી કરોડોના દસ્તાવેજો જપ્ત કરાયા છે. ઉપરાંત રોકડમાં થયેલા વ્યવહારો પણ અધિકારીઓએ શોધી રહ્યા છે. હવાલા એન્ગલની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.
22 રુમમાં તપાસ કરતા જ દોઢ દિવસ લાગ્યા
ઉદ્યોગપતિ બંગલો એટલો મોટો છે કે તપાસ ટીમને 22થી વધુ રૂમ ચેક કરવામાં જ દોઢ દિવસ લાગ્યા હતા. તપાસ સાથે સંકળાયેલાં અધિકારીઓએ કહ્યું કે- ગ્રૂપના રૂપિયા 300 કરોડના ટર્નઓવરમાં મોટાભાગે ટેક્સટાઇલના વ્યવહારો છે. જેમાં નિકાસ મુખ્ય છે તથા સ્થાનિક માર્કેટમાં પણ માલ સપ્યાલ કરવામાં આવે છે. કેટલીક બ્રાન્ડના કપડાનું પણ ઉત્પાદન થાય છે.
