Gujarati Video : લો બોલો, વ્યાજખોરોનો નવો નુસખો, પોરબંદરમાં રેશન કાર્ડ પર આપી રહ્યાં છે વ્યાજે રુપિયા
Porbandar News : જમીન, મકાન, દાગીના કે ફેક્ટરી પર વ્યાજે રૂપિયાનું ધીરાણ કર્યાનું તમે સાંભળ્યું હશે, પરંતુ પોરબંદરમાં ગરીબોના પેટનો ખાડો પુરવા સરકાર તરફથી મળતુ અનાજ વ્યાજખોરે પચાવી પાડ્યું.
પોરબંદરમાં વ્યાજખોરીનો નવો કીમિયો સામે આવ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં મહિલા ડોકટરે આ નવા કીમિયા અંગે રજૂઆત કરી છે. પોરબંદરમાં ગરીબોના પેટનો ખાડો પુરવા સરકાર તરફથી મળતુ અનાજ વ્યાજખોરે પચાવી પાડ્યું છે. રેશન કાર્ડ પર વ્યાજે રુપિયા આપવાની લાલચ આપી અનાજની કાળા બજારી થવાની ફરિયાદ થઇ છે. પોલીસે ઘટનાને ગંભીર ગણી તપાસની ખાતરી આપી છે. તો રેશનકાર્ડ પર વ્યાજે નાણા આપે છે રેસન કાર્ડના અનાજનું વ્યાજખોર કાળા બજાર કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જમીન, મકાન, દાગીના કે ફેક્ટરી પર વ્યાજે રૂપિયાનું ધીરાણ કર્યાનું તમે સાંભળ્યું હશે, પરંતુ પોરબંદરમાં ગરીબોના પેટનો ખાડો પુરવા સરકાર તરફથી મળતુ અનાજ વ્યાજખોરે પચાવી પાડ્યું. પોરબંદરના શ્રમજીવી વિસ્તારમાં વ્યાજખોરે થોડા રૂપિયા પેટે ગરીબોના રાશનકાર્ડ પડાવી લીધા. ગરીબોને મહિને પેટ ભરવા મળતું અન્ન પણ ગિરવે મૂકાઈ ગયું છે. વ્યાજખોરીના નવા કિમીયાનો પર્દાફાશ પોરબંદરમાં આઈજીના લોક દરબારમાં થયો. જ્યાં એક મહિલા તબીબે એક દર્દીની વ્યથા પોલીસ અધિકારીઓને વર્ણવી. બે-ત્રણ હજાર રૂપિયા માટે વ્યાજખોર રાશનકાર્ડ પડાવી લે છે અને ગરીબોને મળતું અનાજ બારોબાર કાળા બજારમાં વેચી નાંખે છે. આ વ્યાજખોર શ્રમિકોને પોલીસને જાણ ન કરવા પણ ધમકી આપી છે.
પોરબંદરના મહિલા તબીબે કરેલી રજૂઆત સાંભળીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી અને ત્વરિત કડક તપાસના આદેશ આપ્યા છે. આ વ્યાજખોરીના વિષચક્રમાં સંડોવાયેલા આરોપી સામે આકરી કાર્યવાહીના નિર્દેશ અપાયા છે.
