Gujarati Video: ગીર સોમનાથમાં વ્યાજખોરો બેફામ, યુવકે ધાક -ધમકીથી કંટાળી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો
ગીર સોમનાથના ઉનામાં જ્યાં 2020માં જરૂરિયાતને કારણે યુવકે રૂપિયા 13 લાખની લોન લીધી હતી.જોકે વ્યાજખોરીના વિષચક્રમાં આ યુવક એવો તો ફસાયો કે તેણે અઢી વર્ષમાં 33 લાખ રૂપિયાની ચૂકવણી કરવી પડી..મૂળ રકમથી અઢી ગણી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોને સંતોષ ન થયો અને સિક્યોરિટી પેટે લીધેલા કોરો ચેક બાઉન્સ કરાવીને પોલીસ ફરિયાદ નોંધાવી દીધી.
ગીર સોમનાથના ઉનામાં જ્યાં 2020માં જરૂરિયાતને કારણે યુવકે રૂપિયા 13 લાખની લોન લીધી હતી.જોકે વ્યાજખોરીના વિષચક્રમાં આ યુવક એવો તો ફસાયો કે તેણે અઢી વર્ષમાં 33 લાખ રૂપિયાની ચૂકવણી કરવી પડી..મૂળ રકમથી અઢી ગણી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોને સંતોષ ન થયો અને સિક્યોરિટી પેટે લીધેલા કોરો ચેક બાઉન્સ કરાવીને પોલીસ ફરિયાદ નોંધાવી દીધી.જો પોલીસ કેસ પરત ખેંચવો હોય તો વધુ રૂપિયા આપવાની ધમકી મળતા યુવક પડી ભાંગ્યો. તેમજ આખરે વ્યાજખોરોની ધમકીથી કંટાળીને યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જો કે હાલ આ યુવક ખાનગી હોસ્પિટલના આઇ.સી.યુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. એક તરફ રાજ્ય સરકારનું વ્યાજખોરો સામે એક્શન તો બીજી તરફ બેફામ બનેલા વ્યાજખોરો સમાજને ચુસી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની વ્યાજખોરો સામેની ઝુંબેશે અનેક પરિવારોને રાહત આપી છે.. વ્યાજખોરોની ગુજરાતમાં એવી સ્થિતિ થઈ છે કે, હવે રાજ્ય છોડવાનો વારો આવ્યો છે. વ્યાજખોરીની ધંધા કરનારાઓના હાલ ગુજરાત પોલીસે બેહાલ કરી દીધા છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર બનતા જ સૌથી પહેલા વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવાઈ. પોલીસે કરેલી કાર્યવાહી બાદ હવે વ્યાજખોરો સામે અંકુશ આવ્યો છે.
રાજ્ય વ્યાપી ડ્રાઈવ દરમિયાન 847 FIR દાખલ કરાઈ
ગુજરાત પોલીસે વ્યાજના વિષચક્રને તોડવા ખાસ અભિયાન ચલાવ્યું હતું. રાજ્યભરમાં પોલીસે 3500 જેટલા લોકદરબાર યોજ્યા.. આ લોકદરબારમાં 1.29 લાખથી વધુ વ્યક્તિઓ સહભાગી થયા, અને પોતાની વેદના રજૂ કરી પોલીસે કરેલી કાર્યવાહીથી હજારો લોકોને વ્યાજના દૂષણમાંથી બચાવાયા પોલીસની રાજ્ય વ્યાપી ડ્રાઈવ દરમિયાન 847 FIR દાખલ કરાઈ. 1481 આરોપીઓ સામે ગુના દાખલ કરાયા.
1039 આરોપીઓની ધરપકડ કરાઈ.. તો માથાભારે 27 ગુનેગારો પર પાસા હેઠળ કાર્યવાહી થઈ. વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્તિ પછી સરકારે વધુ એક રાહત આપી છે.. અમદાવાદમાં 4 હજાર ફેરિયાઓને ધિરાણપત્ર આપી, તેમને વ્યાજખોરો પાસે ન જવું પડે તેવી મદદ કરી છે.