Gujarati Video : અમદાવાદના વસ્ત્રાલમાં આવાસ લોન આપવાના નામે કરી ઠગાઈ, 2 મહિલા આરોપીની ધરપકડ, એક ફરાર

વસ્ત્રાલ વિસ્તારમાંથી સરકારી આવાસના મકાનોમાં રહેલા ગરીબ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહીલા ગેંગ ઝડપાઈ છે. રામોલ પોલીસે ગેંગની બે મહિલાની ધરપકડ કરી છે.અન્ય એક આરોપી નિલેશ મંડાલીયા ફરાર થઈ ગયો છે. પોલીસ તપાસમાં બે મહિલાએ સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

Harin Matravadia
| Edited By: | Updated on: Apr 11, 2023 | 2:17 PM

આવાસના નામે કોઈ લોન આપવાનું કહે તો ચેતી જજો. નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બની શકો છો. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. વસ્ત્રાલ વિસ્તારમાંથી, આર્થિક રીતે નબળા વર્ગ માટેના સરકારી આવાસના મકાનોમાં રહેલા ગરીબ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહીલા ગેંગ ઝડપાઈ છે. રામોલ પોલીસે ગેંગની બે મહિલાની ધરપકડ કરી છે. અન્ય એક આરોપી નિલેશ મંડાલીયા ફરાર થઈ ગયો છે. પોલીસ તપાસમાં બે મહિલાએ સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : IPL 2023: અમદાવાદની મેચમાં Hardik Pandya મેચથી બહાર, રાશિદ ખાને સંભાળી કેપ્ટનશિપ Video

ઘટનાની વાત કરીએ તો, વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ આવાસ યોજનામાં બે મહિલાઓ ગઈકાલે લોન આપવાના બહાને પહોંચી હતી. જ્યાં તેમણે લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી અને 5 લાખની હોમ લોન મળશે તેવી વાતો કરતા હતા. ત્યાંજ ભોગ બનનાર મહિલા પહોંચી જતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓએ ભોગ બનનાર પાસે 60 હજારની છેતરપિડીં કરી હતી. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.

સુરતમાં ગોલ્ડ લોનના નામે લોકો સાથે ઠગાઈ

તો બીજી બાજુ સુરતમાં ગોલ્ડ લોનના નામે લોકો સાથે ઠગાઈ આચરવાની ઘટના સામે આવી હતી. પ્રાઈવેટ ફાઈનાન્સર દ્વારા ગોલ્ડ લોનના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતના 700 જેટલા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ફાઇનાન્સરે લોકોના દાગીના વડે અન્ય બેંકમાં ધિરાણ લઈ ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યુ હતુ. પિડીત લોકોએ પોદાર આર્કેડ ખાતે આવેલી ફાઈનાન્સરની ઓફિસને ઘેરીને ધરણાં અને પ્રદર્શન કર્યુ હતું. પોલીસ ફાઇનાન્સર વિરુદ્ધ ફરિયાદ ન નોધી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">