AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: અમદાવાદમાં બ્રિજના ઈન્સ્પેક્શનને લઈને વિવાદ, વિવાદી કન્સલ્ટન્ટની નિમણુકની દરખાસ્ત આવતા ઉઠ્યા સવાલ

Gujarati Video: અમદાવાદમાં બ્રિજના ઈન્સ્પેક્શનને લઈને વિવાદ, વિવાદી કન્સલ્ટન્ટની નિમણુકની દરખાસ્ત આવતા ઉઠ્યા સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 10:52 PM
Share

Ahmedabad: શહેરના તમામ 82 બ્રિજનું તબક્કાવાર ઈન્સપેક્શન કરવાનો નિર્ણય કરાયો છે. પરંતુ ઈન્સ્પેક્શનના આ નિર્ણયને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ઈન્સપેક્શન પેનલમાં બે વિવાદી કન્સલ્ટન્ટની નિમણુકની દરખાસ્ત આવતા ફરી સવાલ ઉઠ્યા છે.

અમદાવાદના અનેક બ્રિજમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા બાદ હવે શહેરના તમામ 82 બ્રિજનું તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવાનો નિર્ણય કરાયો છે. પરંતુ ઇન્સ્પેક્શનના આ નિર્ણયને લઇને પણ ભારે વિવાદ સર્જાયો છે. ઇન્સ્પેક્શન પેનલમાં બે વિવાદી કન્સલ્ટન્ટની નિમણૂકની દરખાસ્ત કરવામાં આવતા ફરી  સવાલો ઉઠ્યા છે. ઇન્સ્પેક્શન પેનલમાં મુમતપુરા બ્રિજ અને હાટકેશ્વર બ્રિજની વિવાદાસ્પદ કંપનીઓને જ ફરી સુપરવિઝનનું કામ સોંપાયું છે.

જ્યારે કે ઇન્કમટેક્સ બ્રિજના નિર્માણને લઇને વિવાદમાં આવેલા કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડનો પણ પેનલમાં સમાવેશ કરાયો છે. બીજી તરફ મુમતપુરા બ્રિજમાં વિવાદ બાદ દૂર કરાયેલ મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને પણ પેનલમાં સમાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં પેનલને મંજૂરી આપવાની દરખાસ્ત મુકવામાં આવી છે. જેનો નિર્ણય આગામી સપ્તાહે મળનારી બેઠકમાં લેવાશે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે જો વિવાદાસ્પદ કંપનીઓ જ ઇન્સ્પેક્શન કરવાની હોય તો પછી તેના ઇન્સ્પેક્શન પર કેટલો ભરોસો કરી શકાય ?

આ પણ વાંચો: Breaking News : મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી, એક મહિલા ઇજાગ્રસ્ત, જુઓ Video

આ તરફ અમદાવાદમાં મણિનગર રેલવે ફાટક પાસે દુર્ઘટના સર્જાઈ હતી. બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હત. સ્ટ્રક્ચર રસ્તા પર પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેનનો પીલ્લર ઉભો કરવા સમયે ઘટના ઘટી હતી. જેમાં લોખંડનું સ્ટ્રક્ચર BRTS ટ્રેકના રસ્તા પર પડ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 08, 2023 10:44 PM
g clip-path="url(#clip0_868_265)">