Gujarati Video: કાણોદર SBI બેંકના પૂર્વ બ્રાંચ મેનેજરે આચરી 1.65 કરોડની છેતરપિંડી, પાલનપુર પોલીસે નોંધી ફરિયાદ
Banaskantha: બનાસકાંઠાના પાલનપુરના કાણોદર SBI બેંકની પૂર્વ બ્રાંચ મેનેજરે કરોડોની છેતરપિંડી આચરી છે. પૂર્વ મહિલા બ્રાંચ મેનેજરે 1.65 કરોડની છેતરપિંડી આચરી છે. બનાવટી બેંક એકાઉન્ટ ખોલી રકમ ઉપાડી છેતરપિંડી આચરી હતી. મહિલા બ્રાંચ મેનેજરે 2019 થી 2022 સુધી છેતરપિંડી આચરી હતી.
Banaskantha: પાલનપુરની કાણોદર SBI બેંકમાં છેતરપિંડી થઈ છે. SBI બેંકની પૂર્વ મહિલા બ્રાંચ મેનેજરે 1.65 કરોડની છેતરપિંડી આચરી હતી. મહિલા બેંક મેનેજર નરજીસખાતુન સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મહિલા બેંક મેનેજરે બનાવટી બેંક એકાઉન્ટ ખોલી રકમ ઉપાડી અને 2019થી 2022 સુધી છેતરપિંડી કરી હતી. તત્કાલીન મહિલા બેંક મેનેજરે 16 એકાઉન્ટ સહિત અન્ય ખાતાઓમાં રકમ જમા કરાવી દીધી હતી. આ છેતરપિંડી સામે આવતા મહિલા બેંક મેનેજર નરજીસખાતુન સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સોનાના વેપારી સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
આ તરફ બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર નજીક અમદાવાદના વેપારી સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપનારા 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTVની મદદથી આરોપીઓને ઝડપી લઈ 3 કિલો સોનુ રિકવર કર્યુ છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
