AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: IIM રોડ પર ધોળા દિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, બાઈક પર આવેલ બંટી બબલી 25 લાખ ભરેલો થેલો ઝૂંટવી થયા ફરાર

Ahmedabad: અમદાવાદમાં IIM રોડ પર લાખોની લૂંટની ઘટના ઘટી છે. અકસ્માતના બહાને બંટી-બબલી ખાનગી કંપનીના કર્મચારી પાસેથી 25 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા. સી.જી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાંથી 25 લાખ રૂપિયા લઈ ફરિયાદી વિજય ગોહિલ સહિત બે લોકો એક્ટિવા પર જઈ રહ્યા હતા.એ સમયે બાઈક પર આવેલ બંટી બબલીએ આંગડિયાકર્મી સાથા માથાકૂટ કરી અને 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા.

Mihir Soni
| Edited By: | Updated on: Sep 06, 2023 | 7:09 PM
Share

Ahmedabad: અમદાવાદમાં ફરી એક વખત આંગડિયાકર્મી સાથે લૂંટની ઘટના બની. ધોળા દિવસે ટ્રાફિકથી ધમધમતા એવા IIM રોડ પર આંગડિયાકર્મી લૂંટાયો. અકસ્માતના બહાને બંટી બબલીએ આંગડિયાકર્મી સાથે બબાલ કરી 25 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા.

25 લાખ ભરેલી બેગ ઝૂંટવી બંટી બબલી ફરાર

ઘટના એવી છે કે સિંધુભવન રોડ પર આવેલી બી.પટેલ ઈન્ફાસ્ટ્રક્ચરનો કર્મચારી વિજય ગોહિલ કંપનીના 25 લાખ રોકડ સીજી રોડ પર આવેલ વી.પટેલ આંગડિયામાંથી લઈ એક્ટિવા પર ઓફિસ જઈ રહ્યો હતો. એક્ટિવા પર વિજય સાથે કંપનીનો પટ્ટાવાળો વિરેન્દ્ર પણ હતો. આ બન્ને કર્મચારી IIM રોડ પરથી પસાર થતાં એક બાઇક પર મહિલા અને પુરુષ આવ્યા અને તેઓ અકસ્માત કેમ કર્યો તેવું કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન બંટી બબલીએ વીરેન્દ્રના હાથમાંથી 25 લાખ રોડક ભરેલ બેંગ લૂંટીને ફરાર થઈ ગયા. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સિંધુભવનથી લૂંટારૂઓ આંગડિયાકર્મીનો પીછો કરતા સીસીટીવીમાં દેખાયા

લૂંટની ઘટનામાં પોલીસે તપાસ કરતા લૂંટારુ બંટી બંબલી સીસીટીવીમાં કેદ થયા હતા, જેમાં ફરિયાદી વિજય ગોહિલની એક્ટિવાનો લૂંટારુઓ પીછો કરતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. જોકે લૂંટારુંનું બાઇક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. જે બાઇકની નંબર પ્લેટ પર જય માતાજી લખેલું મળી આવ્યું હતું. લૂંટ કરનાર પુરુષ આશરે 45 વર્ષનો હતો અને હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે મહિલા આરોપીએ પંજાબી ડ્રેસ પહેર્યો હતો.

આ બન્ને રોકડ ભરેલી બેંગ ઝૂંટવીને IIM બ્રિજથી રોંગ સાઈડથી પાંજરાપોળ તરફ બાઇક લઈ જઈને ફરાર થઇ ગયા હતા. આ લૂંટારુઓની મોડ્સ ઓપરેન્ડી પરથી છારા ગેંગ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. કંપનીના કર્મચારી અને આંગડિયા પેઢીના કર્મીના નિવેદન લઈ પોલીસે જુદી જુદી ટીમ બનાવી લૂંટારું પકડવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Weather Updates: ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી

પોલીસ સ્ટેશનની હદના વિવાદને કારણે અનેક ધક્કા ખાધા બાદ નોંધાઈ ફરિયાદ

લૂંટની ઘટનામાં પોલીસ સ્ટેશનની હદનો વિવાદ સામે આવ્યો હતો. જે બપોરે 4 વાગ્યે થયેલી લૂંટની ઘટનાની ફરિયાદ રાત્રીના સમયે જાહેર થઈ હતી કારણકે ફરિયાદીને પોતાની સાથે લૂંટ થઈ છે તેવી ફરિયાદ નોંધાવા માટે જુદા જુદા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા હતા. જેમાં ફરિયાદી સેટેલાઇટ, વસ્ત્રાપુર,બોડકદેવ, ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ કરવા રખડતો રહ્યો અને અંતે કલાકો બાદ ગુજરાત યુનિવર્સિટીની હદ લાગતી હોવાથી ફરિયાદ લીધી. ત્યારે જોવું રહ્યું કે પોલીસ લૂંટારુંને ક્યારે પકડે છે?

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">