Iskcon Bridge Accident Case: તથ્ય પટેલે જે કારથી અકસ્માત સર્જેયો તે કાર મૂળ માલિકને પરત મળશે, ભરવો પડશે બોન્ડ, જુઓ Video
આ જેગુઆર કાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના બિઝનેસ પાર્ટનર ક્રિશ વારિયાની હતી અને તેણે આ કાર મિત્રતામાં તથ્ય પટેલને આપી હતી. તથ્ય પટેલે જગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોનો જીવ લીધો હતો. અકસ્માત બાદ આ કાર પોલીસના કબ્જામાં હતી. ત્યારે આજે ગ્રામ્ય કોર્ટે 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા આદેશ કર્યો છે.
Ahmedabad : ઈસ્કોન ઓવરબ્રિજ પર અકસ્માત (Iskcon Bridge Accident) સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ હાલ જેલમાં છે, પરંતુ આ અકસ્માત જે કારથી સર્જાયો હતો. તે જેગુઆર કાર મૂળ માલિકને પરત મળશે. આ માટે 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે. અકસ્માત બાદ કાર પોલીસના કબ્જામાં છે.
આ જેગુઆર કાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના બિઝનેસ પાર્ટનર ક્રિશ વારિયાની હતી અને તેણે આ કાર મિત્રતામાં તથ્ય પટેલને આપી હતી. તથ્ય પટેલે જગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોનો જીવ લીધો હતો. અકસ્માત બાદ આ કાર પોલીસના કબ્જામાં હતી. ત્યારે આજે ગ્રામ્ય કોર્ટે 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા આદેશ કર્યો છે. સાથે જ ગમે તે સમયે કાર પુરાવા રૂપે હાજર કરવાની શરતે મૂળ માલિકને પરત કરવા હુકમ કર્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News