રાજકોટમાં ખેતર વચ્ચેના વીજ થાંભલામાં શોટસર્કિટ થતા મરચા ભરેલો ટ્રક ભડકે બળ્યો, જુઓ VIDEO

રાજકોટમાં ખેતર વચ્ચેના વીજ થાંભલામાં શોટસર્કિટ થતા મરચા ભરેલો ટ્રક ભડકે બળ્યો, જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 7:08 AM

કમાં અચાનક ભીષણ આગને પગલે ખેતરમાં કામ કરતા લોકોમા ભાગદોડ મચી ગઈ હતી. આપને જણાવી દઈએ કે, આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો છે.

Rajkot : રાજકોટના જામકંડોરણાના બાલાપર ગામે શોટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ ખેતર વચ્ચે વીજ થાંભલામાં શોટ સર્કિટ થતા મરચા ભરેલા ટ્રકમાં પણ આગ લાગી. ટ્રકમાં અચાનક ભીષણ આગને પગલે ખેતરમાં કામ કરતા લોકોમા ભાગદોડ મચી ગઈ હતી. આપને જણાવી દઈએ કે, આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો છે.

 આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો

તો આ તરફ વાપી જિલ્લામાં આવેલી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આ આગ જવલનશીલ પદાર્થમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળતા હતા. આગની માહિતી મળતા જ 12 થી વધુ ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આપને જણાવી દઈએ કે,આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ આજુબાજુની કંપનીઓને ખાલી કરાવી છે.કંપનીમાં આગ લાગતા વાપી ટાઉન ફાયર અને જીઆઇડીસી ફાયર તેમજ અન્ય ફાયરની મદદ લેવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા મુખ્ય રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે.

 

g clip-path="url(#clip0_868_265)">