Gujarati Video : અમદાવાદના માણેકચોકમાં ખાણીપીણીની રોનક ફિક્કી પડી, પોલીસે ટેબલ ખુરશી હટાવ્યા

|

Mar 17, 2023 | 8:20 AM

છેલ્લા ચાર પાંચ દિવસથી લોકો અહીં ટેબલ ખુરશી વિના નીચે બેસીને જમી રહ્યા છે. તો કેટલાક તો ટેબલ ખુરશી ન જોતા ખાધા વિના જ પરત ફરી રહ્યા છે. હવે ટેબલ ખુરશી કેમ હટાવી દેવાયા તેને લઇને વેપારીઓ કે પોલીસ કે તંત્ર કોઇ ખંખેરીને કંઇપણ બોલવા તૈયાર નથી.

અમદાવાદની એક આગવી ઓળખ એટલે માણેકચોક. માણેકચોકમાં રાત પડેને ખાણીપીણીની રોનક જામે છે. પણ છેલ્લા ચાર દિવસથી આજ માણેકચોકની રોનક ફિક્કી લાગી રહી છે. માણેકચોકમાં ખાવા માટે આવતા લોકો પરત જઈ રહ્યા છે, તો કેટલાક લોકો કચવાતા મને ખાઇ રહ્યા છે.

આ પણ વાંચો : Tender Today : AMC દ્વારા જીમ્નેશિયમને PPP મોડેલથી ચલાવવા ટેન્ડર જાહેર, જાણો અમદાવાદના કયા વિસ્તાર માટે છે આ ટેન્ડર

ટેબલ ખુરશી હટાવી

છેલ્લા ચાર પાંચ દિવસથી લોકો અહીં ટેબલ ખુરશી વિના નીચે બેસીને જમી રહ્યા છે. તો કેટલાક તો ટેબલ ખુરશી ન જોતા ખાધા વિના જ પરત ફરી રહ્યા છે. હવે ટેબલ ખુરશી કેમ હટાવી દેવાયા તેને લઇને વેપારીઓ કે પોલીસ કે તંત્ર કોઇ ખંખેરીને કંઇ બોલવા તૈયાર નથી. પરંતુ સુત્રો મુજબ વેપારીઓના આંતરિક કલેહના કારણે પોલીસે અહીં ટેબલ ખુરશીનો જ છેદ ઉડાડી દીધો. જો કે અહીં જમવા આવતા લોકો માગ કરી રહ્યા છે કે ટેબલ ખુરશી તો હોવા જ જોઇએ.

વૃદ્ધો અને શારીરિક તકલીફ હોય તેવા લોકોને પડે છે તકલીફ

યુવાનો તો જેમ તેમ કરીને નીચે બેસીને પણ જમી લે છે પરંતુ કેટલાક વૃદ્ધો અથવા જેમને શારીરિક તકલીફ હોય તેવા લોકો બેસીને જમી શકતા નથી. જેના કારણે તેમને નીરાશા સાથે પરત ફરવા સિવાય કોઇ છૂટકો હોતો નથી.

છેલ્લા ત્રણ ચાર દિવસથી માણેકચોકમાં વેપારીઓએ ટેબલ ખુરશી હટાવી લીધા છે અને નીચે પાથરણાં પાથરી લોકોને વાનગીઓ પીરસે છે. જોકે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ આવો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમ જણાવ્યું હતું. બીજી તરફ એવી વાત પણ સામે આવી છે કે થોડા દિવસ પહેલા ખાણીપીણીનાં વેપારીઓ વચ્ચે આંતરિક વિવાદને કારણે પોલીસ સુધી કંટ્રોલ મેસેજ પહોચ્યો હતો અને જે બાદ પોલીસે માણેકચોક પહોંચી હતી. જોકે બીજી તરફ વેપારીઓ પણ આડકતરી રીતે પોલીસ પર આક્ષેપો કરી રહ્યા છે. સમગ્ર મામલે માણેકચોકનાં વેપારીઓ પોલીસ કમિશનરને પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે.

હવે વેપારીઓનો આંતરિક વિવાદ છે કે પછી પોલીસની જોહુકમી કે પછી ટ્રાફિકની સમસ્યા છે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે અમદાવાદની શાન ગણાતી માણેક ચોકની ખાણી પીણી બજારની રોનક ફિક્કી જરૂર થઇ ગઇ છે.

Next Video