Gujarati Video : બનાસકાંઠાના દાંતામા કેરીના પાકને માવઠાથી નુકશાન, આદિવાસી ખેડૂતોને મોટું નુકસાન

Gujarati Video : બનાસકાંઠાના દાંતામા કેરીના પાકને માવઠાથી નુકશાન, આદિવાસી ખેડૂતોને મોટું નુકસાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 7:54 PM

આ આદિવાસી ખેડૂતો કુદરતી રીતે ખાખરાના પાનમાં મુકીને કેરીઓ પકવે છે, જેથી તેની મીઠાસ અન્ય કેરીઓ કરતા અલગ જ હોય છે.. પરંતુ દાંતાની આ કેરીઓને આ સિઝનમાં લાગ્યું માવઠા અને કમોસમી વરસાદનું ગ્રહણ.જેને કારણે કેરીના પાકને 50થી 60 ટકા જેટલું માતબર નુકસાન થયું છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના પર્વતીય વિસ્તારને મીની જૂનાગઢ કહેવાય છે.. કારણ કે આ પર્વતીય વિસ્તારમાં 50,000 જેટલા આંબા પર કેરીનો પાક ઉતરે છે.. જેને પકવે છે આ વિસ્તારમાં વસતા 5 હજાર જેટલા આદિવાસી પરિવારો. બીજા શબ્દોમાં કહીએ તો ઉનાળાની સિઝનમાં જે કેરીનો પાક ઉતરે છે તેના પર આ વિસ્તારના આદિવાસીઓનું ગુજરાન ચાલે છે.જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ખેડૂતો આંબાના વૃક્ષોનું જતન કરે છે. આમ તો બજારમાં મળતી કેરીઓ કેમિકલમાં પકવવામાં આવે છે.

કેરીના પાકને 50થી 60 ટકા જેટલું માતબર નુકશાન થયું

પણ આ આદિવાસી ખેડૂતો કુદરતી રીતે ખાખરાના પાનમાં મુકીને કેરીઓ પકવે છે, જેથી તેની મીઠાસ અન્ય કેરીઓ કરતા અલગ જ હોય છે.. પરંતુ દાંતાની આ કેરીઓને આ સિઝનમાં લાગ્યું માવઠા અને કમોસમી વરસાદનું ગ્રહણ.જેને કારણે કેરીના પાકને 50થી 60 ટકા જેટલું માતબર નુકશાનથયું છે. આ નુકસાન કેરી પકવતા આદિવાસી ખેડૂતો માટે ખૂબ જ મોટું છે.

5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી

આ ઉપરાંત, રાજ્યના ખેડૂતો માથે ફરી એકવાર વરસાદી સંકટની શક્યતા તોળાઈ રહી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે. હજુ પણ 2થી4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.

છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. સતત કમોસમી વરસાદને પગલે હાલ ખેડૂતોની ચિંતા વધી છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે પહેલાથી જ 29 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેની અસરને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 01, 2023 07:49 PM
g clip-path="url(#clip0_868_265)">