Gujarati Video : ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં પરિવારની અરજી સ્વીકારાઈ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Feb 18, 2023 | 6:42 PM

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના તબીબ ડોક્ટર અતુલ ચગના ચકચારી આપઘાત કેસમાં પરિવારજનોને મોટો પુરાવો હાથ લાગ્યો છે.ડૉ.અતુલ ચગ આત્મહત્યાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં TV9 પાસે ડૉ.અતુલ ચગના પુત્રની અરજીની કોપી આપી છે. જેમાં અરજીમાં ડૉ.અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણ ચુડાસમા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

રાજેશ ચુડાસમા અને તેના પિતા પાસેથી વર્ષ 2008 થી દોઢથી પોણા બે કરોડ રૂપિયાની રકમ લેણી છે. અવારનવાર રૂપિયા માંગવા છતાં રાજેશ ચુડાસમા અને તેના પિતા રૂપિયા પરત આપતા ન હતા. તેમજ રૂપિયા પરત ન આપવા પડે તે માટે ધમકી આપતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ 90 લાખ રૂપિયાનો એક ચેક રિટર્ન થયો હતો. તેમજ કેટલાક કોરા ચેક પણ મળી આવ્યા છે.

જ્યારે પોલીસે સ્વ. ડો. અતુલ ચગનાં પરિવારની અરજી સ્વીકારી છે અને આ અરજીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસ વધુ કેટલાક પુરાવા એકત્ર કરી રહી છે.

જયારે  આર્થિક વ્યવહારોની તપાસ કરી રહેલા પરિજનોને કોરા ચેક મળી આવતા ખળભળાટ મચ્યો છે.તબીબે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં કથિત નામ વાળા વ્યક્તિ, નારણભાઇએ આપેલા કોરા ચેક મળી આવ્યા છે.મહત્વપૂર્ણ છે કે પરિવારે આર્થિક વ્યવહારોની ભાળ મેળવવા માટે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસે માત્ર અકસ્માતે ગુનો નોંધીને જ તપાસ શરૂ કરી છે.આ કેસમાં હજુ સુધી આર્થિક વ્યવહારો કે સુસાઇડ નોટને આધાર બનાવી ગુનો દાખલ નથી કરાયો.

આ પણ વાંચો : Gujarati Video: બે સંતાનોની માતાએ પાટણના સિદ્ધિ સરોવરમાં લગાવી મોતની છલાંગ, અન્ય વ્યક્તિના સંપર્કમાં હોવાનો તપાસમાં ખુલાસો