Gujarati Video: બે સંતાનોની માતાએ પાટણના સિદ્ધિ સરોવરમાં લગાવી મોતની છલાંગ, અન્ય વ્યક્તિના સંપર્કમાં હોવાનો તપાસમાં ખુલાસો

Gujarati Video: બે સંતાનોની માતાએ પાટણના સિદ્ધિ સરોવરમાં લગાવી મોતની છલાંગ, અન્ય વ્યક્તિના સંપર્કમાં હોવાનો તપાસમાં ખુલાસો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 5:07 PM

Patan News : તપાસ દરમિયાન એવી વિગત સામે આવી છે કે એક શખ્સે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને શખ્સ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

પાટણમાં બે સંતાનની માતાએ મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બે પુત્રોને શાળાએ મોકલ્યા બાદ શહેરના સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવી હતી. છીંડીયા દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતા દક્ષિતા મોદીએ આપઘાત કર્યો છે. જે મુદ્દે શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પરિણીતા અન્ય વ્યક્તિના સંપર્કમાં હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ત્યારે પોલીસે આ અન્ય વ્યક્તિની શોધખોળ શરુ કરી છે.

તપાસ દરમિયાન એવી વિગત સામે આવી છે કે એક શખ્સે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને શખ્સ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જે પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બન્યા હતા. જે પછી આ વ્યક્તિએ પરિણીતા પાસેથી 66 તોલા સોનું અને 14 કિલો ચાંદી ઉછીની લીધા હતી. જ્યારે પરિણીતાએ દાગીના પરત માગતા અન્ય શખ્સે બિભત્સ ફોટા વાયરલની ધમકી આપી હતી. જેથી પરિણીતાએ આબરૂ ગુમાવવાના ડરથી આપઘાત કર્યો હોવાની આશંકા છે.

જે વ્યક્તિને આ પરણિતા સાથે પ્રેમસંબંધ હતો, તે વ્યક્તિનું નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે આ વ્યક્તિની શોધખોળ શરુ કરી તેની ધરપકડ કરવા કામગીરી હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">