Gujarati Video : જૂનાગઢમાં ભારે વરસાદથી ઘેડ પંથકના સંખ્યાબંધ ગામ પાણીમાં ગરકાવ

|

Jul 01, 2023 | 9:46 PM

ઘોડાપૂરને પગલે ઓઝત નદીના કાંઠા વિસ્તારના 41 ગામોનો એલર્ટ કરાયા છે.તો બીજી તરફ ઓઝત-2 અને બાદલપરા ડેમ ઓવરફ્લો થયા છે.આ બંને ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.તો ઓઝત નદીનો પાળો તૂટતા જૂના કોયલાણા ગામ બેટમાં ફેરવાયું છે.

Junagadh : જૂનાગઢમાં ભારે વરસાદથી ઘેડ પંથકના સંખ્યાબંધ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.  જેમાં  ઉબેણ, ઓઝત અને ભાદર નદીના પાણી ખેતરો, ઘરોમાં ફરી વળ્યાં છે. તેમજ  સંખ્યાબંધ ખેડૂતોનો સોયાબીન, કપાસ, મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. જ્યારે ઓસા ગામના ખેડૂતે ગામની ફરતે સંરક્ષણ દીવાલ બનાવવા અને નદીને ઉંડી કરવા માગણી કરી છે.

તો ઘોડાપૂરને પગલે ઓઝત નદીના કાંઠા વિસ્તારના 41 ગામોનો એલર્ટ કરાયા છે.તો બીજી તરફ ઓઝત-2 અને બાદલપરા ડેમ ઓવરફ્લો થયા છે.આ બંને ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.તો ઓઝત નદીનો પાળો તૂટતા જૂના કોયલાણા ગામ બેટમાં ફેરવાયું છે.

આસપાસની 300 વીઘા જમીન ડૂબમાં ગઇ છે.તો જળબંબાકારની સ્થિતિ વચ્ચે સુત્રેજ ગામે પાણીમાં ફસાયેલા 2 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું.મહત્વનું છે કે NDRFની ટીમો ફસાયેલા લોકો સુધી ન પહોંચતા હવે એરફોર્સની મદદ લેવાઇ હતી.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video