Gujarati Video: ધોરાજી- ઝાંઝમેર ગામમાં કાયમી તલાટીની નિમણુક ન કરાતા ગામલોકોમાં રોષ, ગ્રામપંચાયતને કરી તાળાબંધી

|

May 27, 2023 | 11:40 PM

Rajkot: ધોરાજીના ઝાંઝમેર ગામમાં છેલ્લા ઘણા સમયથી કાયમી તલાટી નથી. ગામલોકો આ અંગે અનેક રજૂઆતો કરી ચુક્યા છે છતા તલાટીની નિમણુક ન કરાતા ખેડૂતોએ સરપંચ સાથએ મળી ગ્રામપંચાયતને તાળાબંધી કરી હતી.

Rajkot: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં છેલ્લા ઘણા સમયથી તલાટીની કાયમી નિમણૂક કરવામાં નથી આવી. આ અંગે ગ્રામજનો અને ખાસ કરીને ખેડૂતોએ સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યોને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ ગામમાં કાયમી તલાટીની નિમણૂક નહીં થતા અને વારંવારની રજૂઆતોથી કંટાળેલા ગ્રામજનોએ ગ્રામ પંચાયતની તાળાબંધી કરી હતી.

તલાટી ન હોવાથી ખેડૂતોને ધોરાજી સુધી ખાવા પડે છે ધક્કા

નવાઈની વાત એ છે કે 5 હજારની વસ્તી ધરાવતા આ ઝાંઝમેરા ગામમાં કાયમી તલાટી નહીં હોવાથી ખેડૂતો સહિત અન્ય લોકોને અમુક દસ્તાવેજો માટે છેક ધોરાજી સુધી ધક્કા ખાવા પડે છે. ત્યારે માગ નહીં સંતોષાતા આખરે લોકોએ ગ્રામ પંચાયતની તાળાબંધી કરી છે.

આ પણ વાંચો : Gujarati Video: ધોરાજી માર્કેટયાર્ડમાં તલ અને તુવેરની પુષ્કળ આવક, પોષણક્ષણ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીના લહેર

આ તરફ ગામના સરપંચે પણ તાલુકા વિકાસ અધિકારીને આ અંગે પત્ર લખી કાયમી તલાટીની નિમણૂક કરવા માગ કરી છે. સાથે જ જો આગામી 15 દિવસમાં તલાટીની નિમણૂક નહીં કરવામાં આવે તો સરપંચ, ઉપસરપંચ સહિત આખી બોડી રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video