Gujarati Video: પેટલાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કર્મચારીઓના પગાર મુદ્દે ધરણા, મૌન રહી દર્શાવ્યો વિરોધ

|

Jun 02, 2023 | 10:39 PM

Anand: પેટલાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં હંગામી કર્મચારીઓએ પગાર મુદ્દે ધરણા કર્યા, 35થી વધુ મેડિકલ સ્ટાફને પગાર ચૂકવવામાં ન આવતા સ્ટાફે મૌન ધરણા યોજી વિરોધ વ્યક્ત કર્યો.

Anandની પેટલાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ ધરણાં પર ઉતર્યા છે. કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા 35થી વધુ કર્મચારીઓ ધરણાં પર ઉતર્યા છે. સ્ટાફને પગાર ન ચૂકવાતા તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. વહિવટી અધિકારી લાંબા સમયથી રજા પર હોવાથી કર્મચારીઓ પગારથી વંચિત છે. દર્દીઓને હેરાનગતિ ન થાય તે માટે સ્ટાફે મૌન રહી વિરોધ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓને એપ્રિલ માસથી પગાર ચૂકવાયો નથી. આ કર્મચારીઓ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવે છે.

આ પણ વાંચો : ખેડા અને આણંદ જિલ્લામાં અકસ્માતોના બનાવમાં વધારો, 20 સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરાયા

એપ્રિલ મહિનાથી કર્મચારીઓને પગાર ન મળતા મુશ્કેલી

કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા નજીવા વેતન સાથે કામ કરતા કર્મચારીઓને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે. 10થી 20 હજારના માસિક પગારમાં કામ કરતા કર્મચારીઓની મુશ્કેલી વધી છે. બીજીબાજુ સંબંધીત અધિકારીએ આશ્વાસન આપ્યુ કે જલ્દી જ આ મુદ્દાનું નિરાકરણ આવી જશે.

આણંદ  અને ખેડા  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Video