Gujarati Video: અમરેલીમાં ગેરકાયદે લાયન શો સમયે ત્રાટકી DCFની ટીમ, 4 આરોપીની ધરપકડ
Amreli: સિંહોનું ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં અવારનવાર ગેરકાયદે સિંહ દર્શન કરાવવાના બનાવો, તેમજ સિંહોની પજવણી કરવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે વધુ એક ગેરકાયદે લાયન શોની ઘટના સામે આવી છે. જો કે વનવિભાગે સમયસૂચક્તા બતાવતા ચારેય આરોપીઓને સિંહ દર્શન કરાવતી સમયે જ ઝડપી લીધા હતા.
Amreli: સિહોના કાયમી વસવાટનું સ્થળ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદે સિંહદર્શન કરાવવાની ઘટના સામે આવી છે. .જો કે વનવિભાગે સતર્કતા બતાવતા ગેરકાયદે લાયન શો કરાવતા આરોપીઓની ધરપકડ કરી છે. લીલીયા RFOની ટીમે સિંહ દર્શન કરાવતા 4 આરોપીની ધરપકડ કરી છે. હાલ સિંહોનું વેકેશન ચાલી રહ્યુ છે આથી હાલ સિંહદર્શન બંધ છે પરંતુ કેટલાક તત્વો ગેરકાયદે રીતે સિંહોની પજવણી કરતા હોય છે.
લિલિયા રેન્જ DCFની ટીમે આ તોફાની તત્વો લાયન શો કરી સિંહની પજવણી કરતા હતા એ સમયે જ ત્રાટકી હતી અને આરોપીઓને પકડી લઈ લિલિયા કોર્ટમાં રજૂ કર્યા હતા. ચારેય આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા હતા. જો કે હાલ તો તમામ આરોપીઓનો જામીન પર છૂટકારો થયો છે.
Input Credit- Jaydev Kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos