Rain Video: ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ, પાંચ દિવસ ભેજવાળા વાતાવરણ સાથે પડશે છૂટોછવાયો વરસાદ, ભાદરવાની ગરમીની થઈ શરૂઆત
Ahmedabad: ગુજરાતમાંથી ચોમાસાને વિદાય લેવામાં હજુ સમય લાગશે. ચોમાસુ વિદાય લેવાની રાજસ્થાનથી શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ પડ્યો છે.
Ahmedabad: રાજ્યમાં વરસાદની શક્યતા હાલ નહીંવત છે. ગુજરાતમાં 104 ટકા વરસાદ બાદ નેઋત્યનું ચોમાસુ હવે વિદાય લે તેવી હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આ વિદાય પહેલા રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં 25 સપ્ટેમ્બરથી નેઋત્યના ચોમાસાની વિદાય થાય છે. ત્યારે આ વખતે ચોમાસુ પાંચ દિવસ મોડુ વિદાય લે તેવી સંભાવના છે.
રાજ્યમાં પાંચ દિવસ રહેશે ભેજવાળુ વાતાવરણ
હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં 2 દિવસ ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે. બે દિવસ બાદ વાતાવરણ સામાન્ય બનશે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos