મહેસાણામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન ફૂંકાયો હતો તેમજ કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે APMCમાં ખુલ્લામાં રાખવામાં આવેલા એરંડા અને ઘઉં પલળી ગયા હતા. હવામાન વિભાગની આગાહીને પગલે યાર્ડમાં માલ સુરક્ષિત રીતે ઢાંકી દેવામાં આવ્યો હતો, પરંતુ જે વેપારીઓનો માલ ખુલ્લો હતો તેમને સામાન્ય નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે.
જોકે કડી પંથકમાં વરસાદ થતા ખેતરોમાં થયેલા ખરીફ પાકને નુકસાન થયું છે. કડીમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.
કમોસમી વરસાદને બગલે બનાસકાંઠાના ભાભરમાં APMCમાં બહાર ખુલ્લામાં પડેલી જણસીની બોરીઓ પલળી ગઈ હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદથી જણસી પલળી જતાં વેપારીઓ તેમજ ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…