Gujarati Video : દાહોદમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણી ભરાતા લોકો પરેશાન

|

Apr 29, 2023 | 6:51 PM

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લા કમોસમી વરસાદની ચપેટમાં આવી ગયા છે. જે દિવસોમાં સૂર્યનારાણ દેવ પોતાનો પ્રકોપ વરસાવતા હોય છે તે દિવસોમાં કાળા વાદળો આકાશ ખૂંદી રહ્યા છે.

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં સંજેલી સહીત આસપાસ વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતાં લોકો પરેશાનીમાં મુકાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લા કમોસમી વરસાદની ચપેટમાં આવી ગયા છે. જે દિવસોમાં સૂર્યનારાણ દેવ પોતાનો પ્રકોપ વરસાવતા હોય છે તે દિવસોમાં કાળા વાદળો આકાશ ખૂંદી રહ્યા છે.

આ ઉપરાંત વડોદરા જિલ્લાની વાત કરીએ તો ડેસર તાલુકામાં વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો.વાવાઝોડા સાથે આવેલા વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.ખેડૂતોનો ઉભો પાક ધરાશાયી થઈ ગયો હતો.સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે.. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા.જામનગરના લાલપુરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો.

આ પણ વાંચો : Gandhinagar: નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં ધોરણ 1 પહેલા સરકારી અને ખાનગી સ્કૂલોમાં શરૂ કરાશે બાલવાટિકા

ખેતરોમાં પાણી ભરાતા પશુના ઘાસચારા અને બાજરીને નુકસાન થયું.મોરબીમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે શનાળા રોડ, રવાપર રોડ, સો-ઓરડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે.દેવભૂમિ દ્વારકાના ભાણવડના ગુંદા ગામમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાયા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:48 pm, Sat, 29 April 23

Next Video