Gandhinagar: નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં ધોરણ 1 પહેલા સરકારી અને ખાનગી સ્કૂલોમાં શરૂ કરાશે બાલવાટિકા
Gandhinagar: નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્ય સરકારે ધોરણ 1માં બાલવાટિકા શરૂ કરવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર અંતર્ગત રાજ્યના દરેક સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓએ સ્કૂલ કેમ્પસમાં જ બાલવાટિકા શરૂ કરવાની રહેશે.
નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 1 પહેલા બાલવાટિકા શરૂ કરવામાં આવશે. બાલ વાટિકાને લઈને સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારી અને ખાનગી સ્કૂલોએ તેમના સ્કૂલ કેમ્પસમાં જ બાલ વાટિકા શરૂ કરવાની રહેશે. 1 જુન 2023 સુધીમાં જે બાળકોને 6 વર્ષ પૂર્ણ થતા હશે તેમને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનો રહેશે. બાલવાટિકા માટે પીટીસી કરેલા શિક્ષકોની નિયુક્તિ કરી શકાશે.
નવી શિક્ષણ નીતિ મુજબ 6 વર્ષ પૂર્ણ થતા હશે એ જ બાળકોને ધોરણ 1માં પ્રવેશ મળશે
રાજ્ય સરકાર 6 વર્ષથી નાના બાળકો માટે સરકારી તેમજ અનુદાનિત અને ખાનગી શાળાઓમાં બાલવાટિકા શરૂ કરશે. આ અંગે હવે રાજ્ય શિક્ષણવિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ મુજબ 1લી જૂનના રોજ જે બાળકના છ વર્ષ પૂર્ણ થતા હશે તેમને જ ધોરણ 1ની અંદર પ્રવેશ આપવામાં આવશે. આ સ્થિતિમાં રાજ્યના લાખો બાળકો એવા છે જેમનુ સિનિયર કેજી પૂર્ણ કરી થઈ ગયુ છે. પરંતુ 6 વર્ષ પૂર્ણ થતા ન હોવાથી આ બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવી શકતા નથી.
5 વર્ષ પૂર્ણ કર્યા હશે એ જ બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મળશે
6 વર્ષ પૂર્ણ ન થતા હોય તે બાળકોને ધ્યાનમાં રાખીને વચગાળાના નિર્ણય તરીકે રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એ અંગેનો પરિપત્ર પણ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ બાલવાટિકામાં 1લી જૂન 2023ના રોજ જે બાળકોએ 5 વર્ષ પૂર્ણ કર્યા હશે. એવા બાળકોને આ વર્ષથી જ બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આ સંદર્ભનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય B.Ed અને PTC કરેલા શિક્ષકોને બાલવાટિકામાં શિક્ષણ આપવુ એ અંગેની નોંધ પણ પરિપત્રમાં દર્શાવાઈ છે.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત 5+3+4નું માળખુ
મહત્વપૂર્ણ છે કે નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્ય સરકારે 5+3+4નું એક માળખુ પસંદ કર્યુ છે, જેમા પ્રિપ્રાઈમરી શિક્ષણને પણ પ્રાથમિક શિક્ષણમાં ગણવુ એ પ્રકારની નોંધ કરવામાં આવી છે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
