Gujarati Video: હનીટ્રેપમાં ફસાયેલા વિદ્યાર્થીના આપઘાત કેસમાં ક્રાઈમ બ્રાંચે ઝારખંડથી એક આરોપીની કરી ધરપકડ

| Edited By: | Updated on: Mar 28, 2023 | 11:54 AM

Surat: સુરતમાં હનીટ્રેપમાં કતારગામમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં ક્રાઈમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઝારખંડના જામતારાથી 1 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. વિદ્યાર્થીને મહિલા સાથેનો અશ્લિલ વીડિયો બતાવી પૈસા આપવા માટે બ્લેકમેલ કરતા હતા.

સુરતમાં હનીટ્રેપમાં કતારગામના વિદ્યાર્થીના આપઘાત કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઝારખંડના જામતારાથી 1 આરોપીને ઝડપી પાડયો છે. વિદ્યાર્થીને મહિલા સાથેનો અશ્લીલ વીડિયો બતાવી રૂપિયાની માગ કરીને બ્લેકમેલ કરતા હતા. હનીટ્રેપ ગેંગના સભ્યોએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.

વિદ્યાર્થીનો વીડિયો ઉતારી ધમકી અપાઈ હતી

સુરતના કતારગામ ઘનમોરા પાસે રહેતા 17 વર્ષીય વિદ્યાર્થીએ 25 દિવસ પહેલા ધાબા પરથી કૂદી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં ચોકબજાર પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. વિદ્યાર્થીના ફોન-પેમાંથી 9600ની રકમ ટ્રાન્સફર થઈ હતી અને અલગ અલગ 4 ફોન નંબરોથી વિદ્યાર્થીને સતત કોલ આવ્યા હતા. વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ટોળકીએ ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad : સોશિયલ મીડિયા પર સુંદર યુવતીનો ફોટો જોઇ કંપનીના ડિરેકટર થયા હની ટ્રેપનો શિકાર

રૂપિયા લઈ ફોન-પેમાં અલગ અલગ નંબરો પર ટ્રાન્સફર કર્યા

ચોકબજાર પોલીસે જે 4 મોબાઇલ નંબરો છે તેના પર કોલ કર્યો જોકે કોલ રિસીવ કર્યો ન હતો. ચારેય નંબરો બિહારના પટના નજીકના છે. હાલમાં પોલીસે વિદ્યાર્થીનો મોબાઇલ એફએસએલમાં મોકલી આપ્યો છે. સાથે પોલીસની ટીમ તપાસ માટે બિહાર રવાના કરાશે. વળી વિદ્યાર્થીએ માતા-પિતા પાસેથી ઉછીના રૂપિયા લઈ ફોન-પેમાં અલગ અલગ નંબરો પર ટ્રાન્સફર કર્યા હતા. પરિવારે મોબાઇલ ચેક કરતાં મોબાઇલ નંબરોના કોલ અને ફોન-પે રૂપિયા ટ્રાન્સફર થતા બ્લેકમેલીંગનો મામલો હોવાનું લાગતા પોલીસ ફરિયાદ આપી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published on: Mar 27, 2023 07:39 PM