Gujarati Video:અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરના બ્રિજમાં ગોબાચારી આવી સામે, એક જ મહિનામાં બેસી ગયો ઓવરબ્રિજ

| Edited By: | Updated on: Jul 29, 2023 | 6:35 PM

Amreli: અમરેલીમાં એક મહિના પહેલા જ શરૂ કરાયેલા બ્રિજમાં તિરાડો પડી ગઈ છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરનો બ્રિજ તિરાડો પડતા બંધ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ માત્ર એક જ મહિનામાં નબળી ગુણવત્તાનો પૂરવાર થયો છે.

Amreli: અમરેલીમાં ભાવગર-સોમનાથ નેશનલ હાઈવે પરનો બ્રિજ એક જ મહિનામાં બેસી જતા બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. હજુ એક જ મહિના પહેલા શરૂ કરાયેલા આ બ્રિજ પર મસમોટી તિરાડ પડી ગઈ છે. બ્રિજના જોઈન્ટમાં જ તિરાડ પડી જતા હાલ તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ હોવાની સાબિતી બ્રિજ ખુદ આપી રહ્યો છે.

એક જ મહિનામાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પડી તિરાડો

માત્ર એક જ મહિનામાં બ્રિજમાં તિરાડો પડી જતા સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટીએ બ્રિજની બનાવટમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. બ્રિજની ગુણવત્તાને લઈને સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. બ્રિજનું કામકાજ ફરી કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat Video: ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાના વિવાદી નિવેદન પર કોંગ્રેસના પ્રતાપ દૂધાતનો પલટવાર, કહ્યુ કસવાળા કરાવે માનસિક સારવાર

બ્રિજના કામમાં કોણે કરી ગોબાચારી?

જો કે એક જ મહિનામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રિજમાં તિરાડો પડતા નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. નબળી ગુણવત્તાનું કામ કરી જનતાના જીવના ભોગે મલાઈ કોણ ખાઈ ગયુ તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે આવા લોકોના પાપે જ નિર્દોષ નાગરિકો દુર્ઘટનાનો ભોગ બને છે, પરંતુ તેમને લોકોના જીવની કંઈ પડી નથી. ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે આટલી હલકી ગુણવત્તાની કામગીરી કરનારા તત્વો સામે શું કાયદાનો કોરડો વિંજાશે ?

 અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો