Gujarati Video: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી લેશે દેવભૂમિ દ્વારકાની મુલાકાત, મેગા ડિમોલિશનના સ્થળ પર કાર્યવાહીનો મેળવશે ચિતાર
Dwarka: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ડિમોલિશનના સ્થળ પર પહોંચી કાર્યવાહીની માહિતી મેળવશે.
CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દેવભૂમિદ્વારકા જિલ્લાની મુલાકાત લેશે. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારકાધીશ મંદિર અને હરસિદ્ધી માતાજીના મંદિરે દર્શન કરશે. જે બાદ દબાણો હટાવાયા તે તમામ સ્થળોની મુલાકાત પણ લેશે. CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હર્ષદ, નાવદ્રા અને ભોગાત જશે. હર્ષદ, નાવદ્રા અને ભોગાત બંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામ દૂર કરાયું છે.
દ્વારકામાં 14.27 લાખ ચોરસ ફુટ જગ્યા ખુલ્લી કરાઈ
વહીવટી તંત્રએ 520થી વધારે દબાણ હટાવીને 14.27 લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરી છે. અંદાજે 6.19 કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર દૂર કરાયું હતું. હર્ષદ બંદદરે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા એક કુખ્યાત આરોપીના આલિશાન મકાન પર બુલડોઝર ફર્યું હતું. બેટ દ્વારકામાં સૂમસામ સ્થળે થયેલા ધાર્મિક, રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. સમુદ્રની પટ્ટી પર જે દબાણો સફાચટ કરાયા ત્યાં CM અને હર્ષ સંઘવી જઈને નીરિક્ષણ કરશે.
હર્ષદ માતાજીના મંદિર નજીક 100 વધુ દબાણને પ્રથમ દિવસે દુર કરવામાં આવ્યા હતા
આ વખતે દ્વારકા-સોમનાથ હાઈવે ભોગાત, નાવદ્રા, અને યાત્રાધામ હર્ષદમાં કામગીરી કરવામાં આવી હતી. હરસિધ્ધિ માતાજીના મંદિર નજીક 100 વધુ દબાણને પ્રથમ દિવસે દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસની કડક સુરક્ષા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 3.70 લાખ સ્ક્વેર ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે આ વિડીયો @Meghupdates નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે ” ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં લાખો મીટર ગેરકાયદે રીતે અતિક્રમિત જમીનને ખાલી કરવા માટે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. તેમજ આ સમગ્ર દરિયા કિનારો વિસ્તાર સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ છે. ”
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…