Gujarati Video: આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો, વારંવાર માવઠાથી ખેડૂતો પરેશાન
Anand: આણંદ જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વારંવાર માવઠાની સ્થિતિથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આણંદ જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. સવારથી વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી છે. ચરોતરમાં ફરી એકવાર વાદળો ઘેરાતા જગતની તાતની મુશ્કેલી વધી છે. હવામાન વિભાગની આગાહીના પગલે આણંદ જિલ્લામાં વાદળો ઘેરાયા છે. કમોસમી વરસાદની ભીતિએ ખેડૂતોને પાક નુકસાની ભીતિ સતાવી રહી છે.
વાતાવરણમાં પલટાને કારણે ફુલોના પાક અને તમાકુના પાકને નુકસાન થવાની ભીતિ છે. ચરોતરમાં મોટાપ્રમાણમાં ખેડૂતો ગુલાબની ખેતી કરે છે. ત્યાર ગુલાબની ખેતી કરતા ખેડૂતોના પણ વાતાવરણમાં પલટાથી ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. તૈયાર ગુલાબના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. તો બીજી તરફ ઘઉં અને તમાકુના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે.
આ તરફ બનાસકાંઠાના લાખણી અને થરાદ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લાખણીના ડેરા અને આગથળા ગામમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. થરાદના ડેલ અને જાંદલા ગામમાં વરસાદ પડ્યો છે. લાખણી અને થરાદ પંથકમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.
છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. સતત કમોસમી વરસાદને પગલે હાલ ખેડૂતોની ચિંતા વધી છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે પહેલાથી જ 29 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેની અસરને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…