Gujarati Video: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યુ તંત્રનું બુલડોઝર, થલતેજમાં ક્લેક્ટર અને પોલીસની હાજરીમાં ડિમોલિશન

|

May 08, 2023 | 4:39 PM

Ahmedabad: અમદાવાદમાં ગેરકાયદે ધમધમતા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યુ છે. થલતેજ વિસ્તારમાં તંત્રએ ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરી જેમા ગેરકાયદે મકાન અને ધંધાકીય એકમો હટાવ્યા હતા. આ ડિમોલિશન કામગીરી દરમિાન કલેક્ટર અને મોટી સંખ્યામાં પોલીસ અને AMCનો સ્ટાફ જોડાયો હતો.

અમદાવાદના થલતેજ વિસ્તારના PVR સિનેમા પાસે તંત્રએ ગેરકાયદે દબાણો પર ડિમોલિશનની કામગીરી કરી. વહીવટી તંત્રએ સરકારી જમીન પર બનેલા ગેરકાયદે મકાન અને ધંધાકીય એકમો હટાવ્યા. અમદાવાદના કલેક્ટર, કોર્પોરેશન અને પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 1500થી 1700 ચોરસ મીટર જમીન પર દબાણો દૂર કરાયા. અમદાવાદના પોશ થલતેજ વિસ્તારની અંદાજે 50 કરોડની કિંમતની જમીન વહીવટી તંત્રએ કબજામાંથી મુક્ત કરી હતી.

ડિમોલિશનમાં આશરે 100 પોલીસ, રેવન્યુ અને AMCનો સ્ટાફ જોડાયો હતો. સરકારી જગ્યામાં ગેરકાયદે રીતે 3થી4 દુકાનો પણ ઉભી કરી દેવામાં આવી હતી. જેને પણ તોડી પાડવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને લઈને તમામ વિસ્તારને બ્લોક કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:Gujarat Weather : આજે અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો બે ડિગ્રી વધશે, ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના

ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 વર્ષથી આ સરકારી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. જેમા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી છતા આ જગ્યા ખાલી કરી ન હતી. ત્યારે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે.

ઈનપુટ ક્રેડિટ- હરીન માત્રાવડિયા- અમદાવાદ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video