Ahmedabad: ટેટ-ટાટ પાસ ઉમેદવારો સહિત રાજ્યમાં શિક્ષણ સાથે સંકળાયેલ વિદ્વાનો કરાર આધારિત શિક્ષકોની જ્ઞાન સહાય ભરતીનો વિરોધ કરી રહ્યું છે ત્યારે હવે રાજ્યમાં સત્તાધારી પાર્ટી ભાજપની વિદ્યાર્થી પાંખ પણ સરકારની નીતિઓ સામે જોવા મળી રહ્યું છે. ગુજરાત ABVPની પ્રદેશ કારોબારીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં દેખાવો કરવાનો પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો.
રાજ્યમાં સત્તાધારી પાર્ટી ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજ્ય સરકારના નિર્ણયોથી ખફા છે. ABVP ની પ્રદેશ કારોબારીમાં રાજ્ય સરકારે લીધેલ બે મહત્વના નિર્ણય નો વિરોધ કરવા અંગેનો ઠરાવ પારિત કરવામાં આવ્યો. જેમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ બાદ સરકારી યુનિવર્સીટીઓમાંથી વિદ્યાથી પ્રતિનિધિત્વ નહીં રહે એ બાબતનો વિરોધ કરાઈ રહ્યો છે. તો સરકાર દ્વારા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી નો પણ ABVP વિરોધ કરી રહ્યું છે.
ABVP આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેકટર કચેરી સામે દેખાવો કરશે તેમજ આવેદનપત્ર આપી શિક્ષકોની કાયમી ભરતીની માંગ કરશે. ABVP ની પ્રદેશ કારોબારીના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ માં છાત્ર સંઘની ચૂંટણી માટેની જોગવાઈ કરવામાં આવે. તથા યુનિવર્સિટીની વિવિધ સંચાલન સમિતિઓ માં પણ વિદ્યાર્થી પ્રતિનિધિત્વ સ્પષ્ટ કરવામાં આવે. તેમજ શિસ્ત વિષયક સત્તાઓ માત્ર કુલપતિના હાથમાં ન રહેતા, એક સમિતિમાં નિહિત કરવામાં આવે. આ સિવાય ટેટ-ટાટ અંગેના પ્રસ્તાવમાં જણાવાયું કે રાજ્યના ટેટ-ટાટ ના પરીક્ષાર્થીઓ માં ભરતી પ્રક્રિયા બાબતે ભારે રોષની લાગણી જણાઈ રહી છે. જેની પાછળ જ્ઞાન સહાયક યોજના કારણભૂત છે. સરકાર દ્વારા આ યોજના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈને બનાવેલ જણાતી નથી. જે માત્ર યુવાનોના ભાવિ માટે નહિ પરંતુ રાજ્યના ભાવિ પર પણ અસર કરનાર છે તેથી તેને પૂર્ણત્તર રૂપે રદ કરવામાં આવે, તેમજ કાયમી ભરતી કરવામાં આવે.
ABVP રાજ્યમાં સત્તારૂઢ પાર્ટી ભાજપની વિદ્યાર્થી પાંખ છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે એના વિરોધમાં ABVP જોવા મળી રહ્યું છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં ભવિષ્યમાં દેખાવો કરશે. ABVP પ્રદેશ મંત્રી યુતિ ગજરે એ જણાવ્યું કે રાજ્યમાં સરકાર કોઈપણની હોય પરંતુ વિદ્યાર્થી પરિષદ શિક્ષણના પ્રશ્નો માટે લડત ચલાવતું રહેશે.. શિક્ષકોની કરાર આધારિત ભરતીથી શિક્ષણ વ્યવસ્થા પર અસર થશે.
આ પણ વાંચો: Rain Video: અમરેલીના સાવરકુંડલામાં મન મુકીને વરસ્યા મેઘરાજા, છલાકાયા નદી-નાળા, ઓશો સાગર ડેમ ઓવરફ્લો
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:51 pm, Wed, 27 September 23