Gujarati Video: ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર બરોડા ડેરીના સંચાલકો સામે પડ્યા, સંચાલકો ડેરીને જાગીર સમજી બેઠા હોવાનો કર્યો આક્ષેપ

| Edited By: | Updated on: Jan 30, 2023 | 11:58 PM

Vadodara: સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના સંચાલકો સામે મોરચો માંડ્યો છે. તેમણે ડેરીમાં ચાલતા સગાવાદ મુદ્દે આકરા પ્રહાર કર્યા અને જણાવ્યુ કે આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશ.

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરીના સંચાલકો સામે મેદાને પડ્યા છે. બરોડા ડેરીના સંચાલકો દ્વારા દૂધ ઉત્પાદકોને અન્યાય થતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી 10 દિવસમાં ઉગ્ર આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યુ હતુ કે બરોડા ડેરી ખાતે ઉગ્ર આંદોલન અને ઘેરાવ કરવાનો કાર્યક્રમ અપાશે. 20 મુદ્દાના નિરાકરણની માગણી સાથે ક્લેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે.

ડેરી સંચાલકો સામે કેતન ઈનામદારે કર્યા ગંભીર આક્ષેપ

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના સંચાલકો સામે આકરા પ્રહાર કર્યા કે એ લોકો બરોડા ડેરીને બાપની જાગીર સમજી બેઠા છે. તેમણે જણાવ્યુ કે 10 દિવસમાં દૂધના ભાવ અને ડેરીમાં ચાલતા સગાવાદ મુદ્દે નિરાકરણ નહીં આવે તો આંદોલન કરીશ.

આ પણ વાંચો: Vadodara: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે, ‘પરીક્ષા પે ચર્ચા’ સહિતના અનેકવિધ કાર્યક્રમમાં થશે સહભાગી

ડેરીમાં નોકરી આપવામાં સગાવાદ ચાલતો હોવાનો આક્ષેપ

કેતન ઈનામદારે વડોદરા કલેક્ટર કચેરીમાં બરોડા ડેરીમાં પશુપાલકોને મળતા ઓછા ભાવ, દાણના ઉંચા ભાવ અને ઓછી ગુણવત્તા તેમજ ડેરીમાં નોકરી આપવામાં સગાવાદ ચાલતો હોવા સહિતના 20 મુદ્દાઓને લઈને આવેદન આપવા પહોંચ્યા હતા. કલેક્ટર ઓફિસમાં તેમણે બે કલાકથી વધુ સમય સુધી બેઠક કરી હતી. તેમણે જણાવ્યુ કે ડેરીનો મૂળ પાયો જ સભાસદો છે. જો સભાસદોને અન્યાય થાય તો ઘણુ ખોટુ કહેવાય. વધુમાં તેમણે જણાવ્યુ કે જો ડેરી વિકાસ કરે તો સભાસદોને પણ ફાયદો થવો જોઈએ.