Gujarati Video : કોર્ટના બહાને મને મારી નાખવાનો પ્રયાસ: અતીક અહેમદ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 26, 2023 | 8:45 PM

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદની કસ્ટડી લઈ ઉત્તરપ્રદેશ પોલીસ રવાના થઈ.ગેંગસ્ટર અતીક અહેમદને ઉત્તરપ્રદેશ પોલીસ રોડ મારફતે હિંમતનગરના રસ્તેથી પ્રયાગરાજ લઈ જઈ રહી છે. તીક અહેમદને પ્રયાગરાજ લઈ જવા માટે યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે સાબરમતી જેલ પહોંચ્યા હતા.ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદની કસ્ટડી લઈ ઉત્તરપ્રદેશ પોલીસ રવાના થઈ.ગેંગસ્ટર અતીક અહેમદને ઉત્તરપ્રદેશ પોલીસ રોડ મારફતે હિંમતનગરના રસ્તેથી પ્રયાગરાજ લઈ જઈ રહી છે. તીક અહેમદને પ્રયાગરાજ લઈ જવા માટે યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે સાબરમતી જેલ પહોંચ્યા હતા.ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશ પોલીસની ગાડીમાં બેસતા સમયે લોકોને ડરાવનાર ગેંગસ્ટર અતીક અહેમદ ભયમાં જોવા મળ્યો.અતીક અહેમદ પોલીસની ગાડીમાં બેસતા પહેલા બોલ્યો કે કોર્ટના બહાને મને મારવાનો પ્રયાસ છે.  ઉત્તર પ્રદેશ પોલીસે આ માટે નક્કર વ્યવસ્થા કરી છે. લગભગ 50 પોલીસકર્મીઓની ટીમ  અતીક અહેમદની સાથે છે.

રિઅલ એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલના અપહરણ અને હત્યાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ

દેશભરમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં પણ અતીક અહેમદની ધરપકડ થાય તેવી શક્યતા છે.ઉત્તરપ્રદેશ પોલીસ સાબરમતી જેલમાં અતીક અહેમદની પૂછપરછ બાદ ટ્રાન્સફર વોરંટના આધારે રોડ માર્ગે પ્રયાગરાજ લઈ જઈ શકે છે. અતીક પર રિઅલ એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલના અપહરણ અને હત્યાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે.

પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે

અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે. જેમા અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલી જેલમાં બંધ છે. સાથે જ યુપી પોલીસ સાબરમતી જેલમાં પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે.

મહત્વનું છે કે ઉમેશ પાલની હત્યા બાદ આતિકની પત્ની શાઈસ્તા પરવીને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, તેના બે સગીર પુત્રો આજમ અહેમદ અને અબાન અહેમદ કયા બાળ સંરક્ષણ ગૃહમાં છે, પોલીસે આનો જવાબ આપવો જોઈએ.

આ અંગે ધુમાનગંજ પોલીસે સીજેએમ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે અતીક અહેમદના બંને સગીર પુત્રો પ્રયાગરાજના રાજરૂપપુર બાળ સંરક્ષણ ગૃહમાં છે. કોર્ટે અતીકના વકીલને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બાળકોને સોંપવા અંગેની અરજી રજૂ કરવા કહ્યું છે. આ સાથે આ મામલે સુનાવણી માટે 27 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદમાં ખેતીમાં નુક્શાનને લઈ આપ્યુ મોટુ અપડેટ, કહ્યુ-ગામડે ગામડે થશે સર્વે

Published on: Mar 26, 2023 08:44 PM