Gujarati Video: Arvalli: મોડાસાના લાલપુર કંપા પાસે ફટાકડાના ગોડાઉનમાં ભભુકી ભીષણ આગ, 4 શ્રમિકોના મોત, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ
Arvalli: અરવલ્લીના મોડાસા રોડ પર લાલપુર કંપા નજીક આવેલા ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. જેમા 4 મજૂરોના ગંભીર રીતે દાઝવાથી મોત નિપજ્યા છે. જોતજોતામાં આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આગને પગલે મોડાસા રોડ પર વાહનવ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો.
અરવલ્લીના મોડાસા રોડ પર લાલપુર કંપા નજીક આવેલા મહેશ્વરી ક્રેકર્સ નામના ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આ આગમાં એટલી વિકરાળ હતી કે 5 કિલોમીટર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. જેમા કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. આ આગમાં 4 મજૂરોના પણ ગંભીર રીતે દાઝવાથી ભડથુ થઈ ગયા હતા અને તેમના મોત નિપજ્યા હતા.
વેલ્ડિંગ દરમિયાન તણખા જરવાને કારણે આગ લાગવાનું અનુમાન
વેલ્ડિંગ કરતી વખતે તણખા જરવાને કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યુ છે. જો કે હાલ તો ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ગોડાઉનમાં બે ગાડીઓ પણ બળીને ખાખ થઈ ગઈ છે. આગ એટલી ભયાનક હતી કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.
ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે. આગમાં મોડાસા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ સહિત ગાંધીનગર અને હિંમતનગરથી ફાયરની ગાડીઓ બોલાવાઈ હતી. આ સાથે રાજેન્દ્રનગર ચોકડીથી મોડાસા રોડ પર વાહનવ્યવહાર પણ બંધ કરાવામાં આવ્યો હતો.
4 people were reported dead in a fire incident in Modasa in #Aravalli #Gujarat #TV9News pic.twitter.com/UP5gnIlOJy
— Tv9 Gujarati (@tv9gujarati) April 20, 2023
ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. બે વોટર બ્રાઉઝર સહિત પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગાંધીનગર અને હિંમતનગર જાણ કરી વધારાના ફાયર મશીન મંગાવ્યાં હતાં. ત્યારે હાલ કરોડોનું નુકસાન હોવાનો અંદાજ છે. મોડાસા અને અરવલ્લી જિલ્લાનો તમામ વહીવટી તંત્ર ઘટનાસ્થળે ખડેપગે હાજર છે. જોકે ફાયર વિભાગે આગ પર કાબુ કરી લીધો છે.
ઈનપુટ ક્રેડિટ- અવનિશ ગોસ્વામી- અરવલ્લી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…