Gujarati Video : પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી, ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ

Gujarati Video : પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી, ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 2:54 PM

Ahmedabad News : બે વર્ષ જૂના કેસમાં રાજસ્થાનની કોર્ટના આદેશથી ગજેન્દ્રસિંહ પરમાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ગજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત અન્ય ત્રણ લોકોના નામ છે.

ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે ટિપ્પણી કરી કે ગુનાની ગંભીરતાને જોતા જામીન ન આપી શકાય. હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવતા હવે ગમે ત્યારે રાજસ્થાન પોલીસ પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે.

આ પણ વાંચો-Bhavanagar : ડમી કાંડ બાદ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ, 10 થી વધુ લોકોએ ગેરરીતિ આચરીને મેળવી નોકરી

બે વર્ષ જૂના કેસમાં રાજસ્થાનની કોર્ટના આદેશથી ગજેન્દ્રસિંહ પરમાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ગજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત અન્ય ત્રણ લોકોના નામ છે. પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે રાજસ્થાનમાં તેમની સામે કેસ નોંધાયા બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.

કેસની વાત કરીએ તો વર્ષ 2020માં પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અમદાવાદમાં રહેતી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. મહિલા પુત્રીને લઇ ધારાસભ્ય અને અન્ય વ્યક્તિ સાથે જેસલમેર જવા નીકળી હતી. આબુરોડ ખાતે બ્રહ્માકુમારી આશ્રમની સામે મહિલાને ઉલટી થતા ગાડીમાંથી નીચે ઉતરી હતી. બાદમાં મહિલા પરત ફરતા તેની દીકરીએ છેડતી થઇ હોવાની ફરિયાદ કરી હતી. જે પછી મહિલાએ અમદાવાદ પરત ફરી 5 માર્ચ 2022ના રોજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

પીડિતાએ પહેલા અમદાવાદમાં કેસ નોંધાવ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. મહિલાએ પુત્રી સાથે છેડતીને લઈને રાજસ્થાનમાં ફરિયાદ કરી. સિરોહી કોર્ટના આદેશ બાદ પોક્સો એક્ટ હેઠળ 26 મે 2022ના રોજ સદર આબુરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે. આ સાથે પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર પર પીડિતાના પરિવારને ડરાવવા અને ધમકાવવાનો પણ આરોપ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">